• Gujarati News
  • Local
  • Gujarat
  • Surendranagar
  • Surendranagar District Congress Held A Rally And Dharna Regarding The Government's Capitalization Policy, The Police Rounded Up The Activists And Removed Them.

કૉંગ્રેસનો હલ્લાબોલ:સુરેન્દ્રનગર જિલ્લા કૉંગ્રેસે સરકારની મૂડીકરણનીનીતિ મામલે રેલી યોજી ધરણા યોજ્યા, પોલીસે કાર્યકર્તાઓની ટીંગાટોળી કરી દૂર કર્યા

સુરેન્દ્રનગર14 દિવસ પહેલા
  • કૉપી લિંક

સુરેન્દ્રનગર જીલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા સરકારની મૂડીકરણની નીતિ મામલે રેલી યોજી ઉગ્ર વિરોધ સાથે હલ્લાબોલ કરવામાં આવ્યો હતો. જેમાં સુરેન્દ્રનગર શહેરની મધ્યમાં આવેલી એલઆઈસી કચેરીથી મુખ્ય માર્ગો પર વિવિધ બેનરો અને સૂત્રોચ્ચાર સાથે રેલી યોજી વિરોધ કરવામાં આવ્યો હતો.

સુરેન્દ્રનગર શહેરમાં કોંગ્રેસ પાર્ટીના આગેવાનો અને પૂર્વ ધારાસભ્યો સહિતના કાર્યકરો દ્વારા એલઆઇસી અને એસબીઆઇ મામલે હલ્લાબોલ સાથે ઉગ્ર વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતુ. જેમાં સુરેન્દ્રનગર પોલીસે ટાંકી ચોકમાંથી વિરોધ કરી રહેલા કોંગ્રેસના પૂર્વ ધારાસભ્યો સહિતના હોદેદારો અને આગેવાનોની અટકાયત કરવામાં આવી હતી. જેમાં વિરોધ પ્રદર્શન કરી રહેલા અંદાજે 60થી વધુ કોંગ્રેસી આગેવાનોની અટકાયત કરવામાં આવી હતી.

શહેરના મુખ્ય માર્ગ, જેલ ચોક, ટાવર ચોક અને ટાંકી ચોક વિસ્તારમાંથી કોંગ્રેસની વિરોધ પ્રદર્શન રેલી કાઢવામાં આવી હતી. સુરેન્દ્રનગર શહેરમાં કોંગ્રેસની હલ્લાબોલ સાથેની ઉગ્ર વિરોધ પ્રદર્શન રેલી દરમિયાન પોલીસ દ્વારા દસાડાના પૂર્વ ધારાસભ્ય નૌશાદ સોલંકી અને ધ્રાંગધ્રાના પૂર્વ ધારાસભ્ય ઋત્વિક મકવાણા સહિતના કોંગ્રેસી કાર્યકરોની અટકાયત કરવામાં આવી હતી. અને અટકાયત કરાયેલા તમામ કોંગ્રેસી કાર્યકરોને સુરેન્દ્રનગર એ ડિવીઝન પોલીસ મથકે લઇ જવામાં આવ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...