આગામી વિધાનસભાની ચૂંટણીના પડઘમ વચ્ચે કોંગ્રેસ પાર્ટીમાં રાજકીય ભૂકંપ સર્જાયો છે. જેમાં સુરેન્દ્રનગર જિલ્લા કોંગ્રેસ મહામંત્રી કૃષ્ણરાજસિંહ ઝાલાએ રાજીનામું આપ્યું છે. સાથે જ સુરેન્દ્રનગર જિલ્લા NSUI પ્રમુખ ધ્રુવરાજસિંહ ચુડાસમા સહિતના 100 હોદ્દેદારોએ અચાનક રાજીનામાં આપતાં કાળઝાળ ગરમી વચ્ચે રાજકીય ગરમાવો વ્યાપી જવા પામ્યો છે.
આગામી વિધાનસભાની ચૂંટણીના પડઘમ વચ્ચે ભાજપ, કોંગ્રેસ સહિત આમ આદમી પાર્ટીએ કમર કસી છે. ત્યારે ચૂંટણી પહેલા જ કોંગ્રેસ પાર્ટીમાં રાજકીય ભૂંકપ સર્જાયો છે. જેમાં સુરેન્દ્રનગર જિલ્લા કોંગ્રેસ મહામંત્રી કૃષ્ણરાજસિંહ ઝાલાએ રાજીનામું આપ્યું છે. સુરેન્દ્રનગર જિલ્લા NSUI પ્રમુખ ધ્રુવરાજસિંહ ચુડાસમા સહિતના હોદ્દેદારોએ અચાનક રાજીનામાં આપતાં કાળઝાળ ગરમી વચ્ચે રાજકીય ગરમાવો વ્યાપી જવા પામ્યો છે. જેમાં સુરેન્દ્રનગર જિલ્લા NSUI પ્રમુખ તેમજ કોંગ્રેસના પ્રાથમિક સભ્યપદેથી પણ રાજીનામુ આપ્યું છે અને સાથે અંદાજે 100થી વધુ NSUI સહિત કોંગ્રેસના આગેવાનો અને યુવાનોએ સામુહિક રાજીનામા આપતા કોંગ્રેસના રાજકરણમાં ભૂકંપ સર્જાયો છે.
તેમજ બીજી બાજુ સુરેન્દ્રનગર જિલ્લા કોંગ્રેસ મહામંત્રી કૃષ્ણરાજસિંહ ઝાલાએ પણ રાજીનામું આપી દેતા રાજકીય ખળભળાટ મચી જવા પામ્યો છે. કોંગ્રેસના આ દિગ્ગજ નેતાઓએ ગુજરાત પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ જગદીશભાઈ ઠાકોરને રાજીનામા આપતા વિધાનસભાની ચૂંટણી પહેલા જ કોંગ્રેસ પક્ષની આંતરિક ખેંચતાણ બહાર આવવા પામી છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.