બેદરકારી:સુરેન્દ્રનગર જિલ્લા ભાજપ મહામંત્રી કોરોનાગ્રસ્ત, પાટીલ, ઝડફિયા અને કિરીટસિંહ રાણા સાથે લીંબડીમાં રેલી યોજી હતી

સુરેન્દ્રનગરએક વર્ષ પહેલા
  • કૉપી લિંક
કોરોનાગ્રસ્ત થયેલા સુરેન્દ્રનગર જિલ્લા ભાજપ મહામંત્રી જગદીશ મકવાણાની ફાઈલ તસવીર - Divya Bhaskar
કોરોનાગ્રસ્ત થયેલા સુરેન્દ્રનગર જિલ્લા ભાજપ મહામંત્રી જગદીશ મકવાણાની ફાઈલ તસવીર

ગુજરાતમાં અનલોક પછી શહેર કરતા પણ ગામડાઓમાં કોરોના બેકાબૂ બની ગયો છે. ત્યારે સુરતના ભાજપના ધારાસભ્ય હર્ષ સંઘવી પછી સુરેન્દ્રનગરના ભાજપના નેતાને પણ કોરોનાથી સંક્રમિત થયા છે. સુરેન્દ્રનગર જિલ્લા ભાજપ મહામંત્રી જગદીશ મકવાણાનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. તેની સાથે સુરેન્દ્રનગર જિલ્લા યુવા મોરચાના પ્રભારી અને પ્રદેશ યુવા મોરચાના કોષાધ્યક્ષ સત્યદિપસિંહ પરમાર પણ કોરોનાગ્રસ્ત થયા છે. જગદીશ મકવાણા 5 દિવસ પહેલા એટલે કે 22 ઓગસ્ટે ગુજરાત ભાજપ પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલે લીંબડીમાં યોજેલી રેલીમાં હાજર હતા. આ રેલીમાં તેમની સાથે ભાજપ પ્રદેશ ઉપાધ્યક્ષ ગોરધન ઝડફિયા, પૂર્વ મંત્રી કિરીટસિંહ રાણા પણ જોવા મળ્યા હતા.

લીંબડીમાં રેલી દરમિયાન સી.આર.પાટીલ, ઝડફિયા અને કિરીટસિંહ રાણા
લીંબડીમાં રેલી દરમિયાન સી.આર.પાટીલ, ઝડફિયા અને કિરીટસિંહ રાણા

રેલીમાં જોડાયેલા હજારો કાર્યકરોમાં ફફડાટ
આ દરમિયાન ચોટીલા, લીંબડી અને ઝંઝરકા ખાતે પ્રદેશ ભાજપ પ્રમુખ પાટીલના સ્વાગત માટે હજારોની સંખ્યામાં કાર્યકરો અને નેતાઓ હાજર રહ્યા હતા. જેને કારણે ભાજપની રેલીઓમાં હાજર રહેલા અન્ય કાર્યકરોમાં પણ ફફડાટ ફેલાયો છે. બીજી તરફ જગદીશ મકવાણા જિલ્લા ભાજપ મહામંત્રી હોવાને કારણે બધી જવાબદારી તેમના શિરે હતી. હવે તેઓ જ કોરોના પોઝિટિવ આવતા નેતાઓ પણ ચિંતામાં મુકાયા છે.

સુરેન્દ્રનગર જિલ્લા યુવા મોરચાના પ્રભારી અને પ્રદેશ યુવા મોરચાના કોષાધ્યક્ષ સત્યદિપસિંહ પરમાર પણ કોરોનાગ્રસ્ત
સુરેન્દ્રનગર જિલ્લા યુવા મોરચાના પ્રભારી અને પ્રદેશ યુવા મોરચાના કોષાધ્યક્ષ સત્યદિપસિંહ પરમાર પણ કોરોનાગ્રસ્ત

સુરેન્દ્રનગર જિલ્લા ભાજપ પ્રમુખ પણ કોરોનાગ્રસ્ત
કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યા બાદ જિલ્લા ભાજપના મહામંત્રીની તબિયત સારી હોવાનું જાણવા મળ્યું છે. તેઓને સારવાર માટે હૉસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. એટલું જ નહીં જિલ્લા ભાજપ પ્રમુખ દિલીપ પટેલ પણ ત્રણ દિવસ સુધી તેમની સાથે હતા. આજે તેમનો કોરોના રિપોર્ટ પોઝિટિવ પણ પોઝિટિવ આવ્યો છે.

સુરેન્દ્રનગર જિલ્લા ભાજપ પ્રમુખ દિલીપ પટેલ
સુરેન્દ્રનગર જિલ્લા ભાજપ પ્રમુખ દિલીપ પટેલ
અન્ય સમાચારો પણ છે...