નજર કેદ:કોંગ્રેસના ભારત બંધના એલાનના પગલે સુરેન્દ્રનગર કોંગ્રેસી કાર્યકરોને પોલીસ કર્યા નજર કેદ - સુરેન્દ્રનગર બંધ કરાવવા નીકળેલા કાર્યકરોની પોલિસે અટકાયત કરી

સુરેન્દ્રનગર22 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • કોંગ્રેસના બંધના એલાનના પગલે સુરેન્દ્રનગર આંશિક બંધ રહ્યું

સમગ્ર ભારતમાં બેરોજગારી અને મોંઘવારી વધતી જઈ રહી છે. સતત ક્રુડ, તેલ, ખાણીપીણીની ચીજવસ્તુઓ સહિતની ચીજ વસ્તુઓના ભાવ દિન-પ્રતિદિન વધતા જઈ રહ્યા છે. ત્યારે વિરોધ પક્ષ તરીકે કોંગ્રેસ દ્વારા આજે ભારત બંધનું એલાન આપવામાં આવ્યું હતુ. ત્યારે આ મામલે સુરેન્દ્રનગર જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા પણ ભારત બંધનું એલાનના પગલે સમર્થન જાહેર કરી અને સુરેન્દ્રનગર બંધનું એલાન આપવામાં આવ્યું હતુ. કોંગ્રેસના ભારત બંધના એલાનના પગલે સુરેન્દ્રનગરમાં પણ વહેલી સવારે કોંગ્રેસના કાર્યકર્તાઓ દ્વારા બંધ કરાવવા નીકળ્યા હતા. તે સમયે સુરેન્દ્રનગર સીટી પોલીસ બી ડિવિઝન પોલીસ તથા ગ્રામીણ વિસ્તારમાં આવેલા પોલીસ સ્ટેશનમાં કોંગ્રેસના કાર્યકરો અને નજરકેદ રાખી દેવામાં આવ્યા છે અને અટકાયત કરી અને નજરકેદ રાખી અને બપોરે 2:00 વાગ્યે તેમને છોડવામાં આવ્યા છે. કોંગ્રેસ જિલ્લા પ્રમુખ રૈયાભાઈ રાઠોડ સહિતના જે કાર્યકર્તાઓ છે, તેમની પણ અટકાયત કરવામાં આવી છે.

સુરેન્દ્રનગર જિલ્લામાં ચાંપતો પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો. લોકલ ક્રાઈમ બ્રાન્ચ તથા એસઓજી પોલીસ અને સ્થાનિક પોલીસ જ બજારમાં પેટ્રોલિંગ હાથ ધરી રહી છે. અને વેપારીઓ શાંતિપૂર્ણ રીતે ધંધો કરી શકે તેવા પ્રયાસો હાથ ધરવામાં આવ્યા છે. ત્યારે ઉલ્લેખનીય છે કે, બંધ કરાવવા નિકળેલા કોંગ્રેસના કાર્યકર્તાઓની અટકાયત કરી અને પોલીસ સ્ટેશનમાં જ નજરકેદ રાખી દેવામાં આવ્યા છે. જિલ્લામાં આંશિક બંધની અસર જોવા મળી રહી છે. કોંગ્રેસના કાર્યકર્તાઓની અટકાયત બાદ સુરેન્દ્રનગરની તમામ બજારો વહેલી સવારથી ખુલી જવા પામી છે. અને અમુક વેપારીઓ દ્વારા બંધ પણ રાખવામાં આવ્યું છે. એટલે કે આંશિક અસર જોવા મળી રહી છે કે, મોંઘવારી બેરોજગારી જીએસટી સહિતના મુદ્દાઓ ઉપર કોંગ્રેસ દ્વારા વિરોધ પ્રદર્શન નોંધાવવામાં આવી રહ્યું છે. ત્યારે ભારત બંધના એલાનને સુરેન્દ્રનગર કોંગ્રેસના કાર્યકર્તા હોય પણ ટેકો જાહેર કરી અને આજે સુરેન્દ્રનગર બંધ કરાવવા નિકળ્યા છે. પરંતુ કોંગ્રેસના કાર્યકર્તાઓની અટકાયત કરવામાં આવી છે.

સુરેન્દ્રનગર બી ડિવિઝન પોલીસ દ્વારા સવારે કોંગ્રેસ કાર્યકરોની અટકાયત કરાઇ
મંદી, મોંઘવારી, બેરોજગારી તેમજ ખાડે ગયેલ અર્થતંત્ર, મહિલા અત્યાચારનું વધતુ પ્રમાણ સહિતના મુદ્દે કોંગ્રેસ પક્ષ દ્વારા તા. 10 સપ્ટેમ્બરના રોજ સુરેન્દ્રનગર સાંકેતિક બંધનુ એલાન હોવાથી ઘર પરથી કોંગ્રેસ નેતાની અટકાયત કરવામાં આવી છે. મંદી ,મોંઘવારી, બેરોજગારી તેમજ ખાડે ગયેલ અર્થતંત્ર, મહિલા અત્યાચારનું વધતુ પ્રમાણ સહિતના મુદ્દે કોંગ્રેસ પક્ષ દ્વારા તા. 10 સપ્ટેમ્બરના રોજ સુરેન્દ્રનગર સાંકેતિક બંધનું એલાન હોવાથી મારા ઘર પરથી મારી અટકાયત કરવામાં આવી છે. તેવું સુરેન્દ્રનગર જિલ્લા કોંગ્રેસ પ્રમુખ રૈયાભાઈ રાઠોડ તેમજ ખેડૂત આગેવાન મોહનભાઈ પટેલે જણાવ્યું હતુ. મારી તેમજ અન્ય કાર્યકરોની પણ સુરેન્દ્રનગર ગામ બંધ કરાવે તે પહેલા અટકાયત કરી અને પોલીસ સ્ટેશનને બેસાડી દેવામાં આવ્યા હતા.

ચોટીલા, વઢવાણ, સુરેન્દ્રનગરની તમામ બજારો ખૂલી રહી : સાયલામાં આંશિક અસર
મોંઘવારી, બેરોજગારી અને જીએસટી જેવા વિવિધ પ્રકારના પ્રશ્ન કોંગ્રેસ દ્વારા ભારત બંધનું એલાન આપવામાં આવ્યું છે. પરંતુ તેને મિશ્ર પ્રતિસાદ મળ્યો છે. ચોટીલા, વઢવાણ, સુરેન્દ્રનગર સહિતના જે ગામો છે, ત્યાંની બજારો ખુલ્લી છે. ત્યારે બીજી તરફ સાયલામાં આંશિક અસર જોવા મળી રહી છે. વેપારીઓએ ટેકો જાહેર કર્યો હતો. પરંતુ તેમના દ્વારા પણ ધંધા રોજગાર આજે શરૂ રાખવામાં આવ્યા છે. બીજી તરફ ગામ બંધ કરવા નિકળેલા કોંગ્રેસી કાર્યકર્તાઓની પોલીસ દ્વારા અટકાયત કરવામાં આવી હતી. અને તેમને નજરકેદ રાખી અને પોલીસ સ્ટેશનમાં જ બેસાડી દેવામાં આવ્યા હતા. અલગ અલગ પોલીસ સ્ટેશનમાં અંદાજિત જિલ્લાના 300થી વધુ કોંગ્રેસી કાર્યકરોને નજરકેદ રાખી અને ગામ વ્યવસ્થિત રીતે ખુલ્લુ રહે અને વેપારીઓ પણ ધંધો રોજગાર કરી શકે તેવા પ્રયાસો પોલીસ તંત્ર હાથ ધર્યા છે.

બેરોજગારી મોંઘવારી સામે લગામ નહીં તો હજુ પણ આંદોલનની ચીમકી આપતા કોંગી કાર્યકર્તાઓ
ભારતમાં સતત મોંઘવારી અને બેરોજગારી વધતી જઈ રહી છે. ત્યારે જીએસટીમાં પણ ધરખમ વધારો કરવામાં આવ્યો છે. ત્યારે સરકાર સામે વિરોધ પક્ષ તરીકે કોંગ્રેસ પક્ષ વિરોધ નોંધાવી રહ્યું છે. ત્યારે આજે બેરોજગારી અને મોંઘવારીના મામલે ભારત બંધનું એલાન આપવામાં આવ્યું છે. પરંતુ કોંગ્રેસના કાર્યકર્તાઓ બજાર બંધ કરાવે તે પહેલા તેમની અટકાયત કરી લેવામાં આવી છે. ત્યારે આ મામલે કોંગ્રેસના કાર્યકર્તાએ વધુ ઉગ્રતા દાખવી અને અગામી દિવસોમાં બેરોજગારી અને મોંઘવારી સામે લગામ સરકાર નહીં લગાવે તો હજુ પણ ઉગ્ર આંદોલન કરીશું અને ગુજરાતની જનતા 2022ની વિધાનસભાની ચૂંટણીમાં ભાજપને આનો જવાબ આપશે તેવું કોંગ્રેસના કાર્યકર્તા હોય મીડિયા સમક્ષ નિવેદન આપી દીધું છે.

મોંઘવારીનો માર : ક્રૂડ તેલના ભાવમાં ધરખમ વધારો
ગુજરાત રાજ્યમાં મોંઘવારી સતત વધતી જઈ રહી છે. તમામ વસ્તુઓથી જ પેદાશો મોંઘી થતી જઈ રહી છે. ત્યારે ખાસ કરીને ક્રૂડ તેલના ભાવોમાં ધરખમ વધારો થઈ રહ્યો છે. ત્યારે ફરી એક વખત ક્રુડ તેલના ભાવ વધ્યા છે. ત્યારે સામાન્ય જનતાને હવે મોંઘવારીનો માર સહન કરવાનો સમય આવી ગયો છે કારણ કે ક્રૂડ તેલ એ રોજની જરૂરિયાત હોય છે. અને તેના ભાવ જ આસમાને પહોંચ્યા છે. એક તેલના ડબ્બાના ભાવ 2800થી 3000 રૂપિયા થઈ ચૂક્યા છે. ત્યારે હવે નાના વર્ગને તેલનો ઉપયોગ કેવી રીતે કરવો તે એક સવાલ ઉદ્વભવી રહ્યો છે. સામાન્ય રીતે 8000 પગારમાં નોકરી કરતો વર્ગ હવે 3000 રૂપિયાનું તેલ ખાવા માટે મજબુર બન્યો હોય તેવું સ્પષ્ટ રીતે જોવા મળી રહ્યું છે. ત્યારે કોંગ્રેસ વિરોધ નોંધાવી રહી હતી પરંતુ પોલીસે કાર્યકર્તાઓની અટકાયત કરી લીધી છે.

ધંધો રોજગાર ખોલનાર વેપારીઓને કોંગ્રેસના કાર્યકર્તાઓએ ગુલાબના ફૂલ આપ્યા
સુરેન્દ્રનગર શહેરી વિસ્તારમાં આંશિક બંધ જોવા મળી રહ્યું છે. કોંગ્રેસના બંધના એલાનના પગલે અમુક વેપારીઓએ દુકાન બંધ રાખી છે. તો અમુક વેપારીઓએ ધંધા રોજગાર ખુલ્લા રાખ્યા છે. અને બજારમાં લોકોની અવરજવર પણ જોવા મળી રહી છે. ત્યારે હજુ પણ લોકોને બેરોજગારી અને મોંઘવારી નડતી હોવાનું સ્પષ્ટ રીતે બજારોમાં વર્તાઈ રહ્યું છે. ત્યારે ધંધો રોજગાર ખોલનારા વેપારીઓને કોંગ્રેસના કાર્યકર્તાઓએ ગુલાબના ફૂલ આપ્યા છે. અને અનોખી રીતે વિરોધ પ્રદર્શન નોંધાવવાની શરૂઆત કોંગ્રેસના કાર્યકર્તાઓએ કરી છે. જો કે ગુલાબના ફૂલ આપનારા કોંગ્રેસી કાર્યકર્તાઓની પણ ફૂલ સાથે પોલીસે અટકાયત કરી લીધી છે અને નજર કેદ રાખી દેવામાં આવ્યા છે.

ચોટીલા માર્કેટિંગ યાર્ડમાં હરરાજી બંધ રહી : શહેરમાં બંધને મિશ્ર પ્રતિસાદ આજ રોજ કોંગ્રેસ દ્વારા મોંઘવારીના મુદ્દે અડધો દિવસ ગુજરાત બંધનું એલાન આપવામાં આવ્યું હતુ. જેના પગલે આજે વહેલી સવારમાં માર્કેટિંગ યાર્ડમાં થતી હરરાજી બંધ રહી હતી. તેમજ શહેરના વેપારીઓએ બંધને મિશ્ર પ્રતિસાદ આપ્યો હતો. સવારથી જ માર્કેટિંગ યાર્ડ પાસે કોંગ્રેસ પક્ષના કાર્યકરો ભેગા થયા હતા. અને વેપારીઓને પોતાની દુકાનો બંધ રાખવા અપીલ કરી હતી. ધીમે ધીમે ચોટીલા શહેરના આણંદપુર રોડથી ટાવર તરફ કોંગ્રેસ અગ્રણીઓ આગળ વધ્યા હતા. ત્યારે ચોટીલા પોલીસ દ્વારા ચોટીલા વિધાનસભા વિસ્તારના ધારાસભ્ય ઋત્વિકભાઈ મકવાણા, કોંગ્રેસ ચોટીલા શહેર પ્રમુખ બેચરભાઈ પરમાર, કોંગ્રેસ અગ્રણી છબીલભાઈ વાઘેલા, હરેશભાઇ ચૌહાણ, વિપુલભાઈ ઠાકોર, બલભદ્રસિંહ રાજપૂત અને મુનાભાઈ ઝાલા સહિત 20થી વધુ લોકોની ધરપકડ કરી હતી. ત્યારે કોંગ્રેસના કાર્યકરોની ધરપકડ કરવામાં આવતા હાલમાં પોલીસ તંત્ર ભાજપના ઈશારા ઉપર કામગીરી કરતું હોવાનું જાહેરમાં ચર્ચામાં તેમજ પોલીસના નામના છાજીયા લઇ અને ભાજપ સરકાર વિરૂદ્ધના સૂત્રોચાર કોંગ્રેસના કાર્યકરો દ્વારા કરવામાં આવ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...