તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

વિવાદ:સુરેન્દ્રનગર કોંગ્રેસ આગેવાનને ફોનથી,રૂબરૂમાં ધમકી અપાઈ

સુરેન્દ્રનગર3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • જોરાવરનગર કોઝવેના નબળા કામ અંગે સોશિયલ મીડિયામાં કોંગ્રેસ આગેવાને વીડિયો ફરતો કર્યો હતો

સુરેન્દ્રનગર -જોરાવરનગરને જોડતા કોઝવેના નબળા કામ અંગે કોંગ્રેસ આગેવાન કમલેશભાી કોટેચાએ વીડિયો બનાવી સોશિયલ મીડિયામાં ફરતો કર્યો હતો. આથી તેઓને એક શખ્સે ફોનથી અને રૂબરૂમાં ધમકી આપતા આ બાબતે કોંગ્રેસી આગેવાનેએ ડિવિઝન પોલીસ મથકે લેખિત રજૂઆત કરી કાર્યવાહીની માંગ કરી છે. આ અંગે એક શખ્સે તેમને ફોન પર અને રૂબરૂમાં ધમકી આપી હતી. આ બનાવ અંગે કમલેશભાઇએ એ ડિવિઝન પોલીસ મથકે લેખિત રજૂઆત કરી હતી.

જેમાં જણાવ્યા મુજબ તેઓએ તા.8-5-21ના રોજ સોશીયલ મિડીયામાં જોરાવરનગરથી રાજહોટલવાળા પુલના ખરાબ કામ અંગે પોસ્ટ મુકી હતી. જેના અખબારોમાં સમાચાર પ્રસિધ્ધ થતા જેશીંગભાઇ રથવી નામના વ્યક્તિએ તેમને ફોન કરી મોબાઇલ પર ગાળો આપી ધમકી આપી હતી. ત્યારબાદ મહેતા માર્કેટ પર કમલેશભાઇ પહોંચ્યા ત્યારે તે શખ્સ ત્યાં હતા અને જાનથી મારી નાખવાની ધમકી આપી જપાજપી કરી આ અંગે ફરિયાદ કરીશ તો જોઇ લઇશ તેવી ધમકી આપી હતી.

અન્ય સમાચારો પણ છે...