કૉંગ્રેસમાં બે દિવસમાં બીજું ગાબડું:સુરેન્દ્રનગર કૉંગ્રેસના નેતા ભગીરથસિંહ રાણા કાર્યકર્તાઓ સાથે ભાજપમાં જોડાયા, કિરીટસિંહ રાણાએ ખેસ પહેરાવી આવકાર્યા

સુરેન્દ્રનગર17 દિવસ પહેલા
  • કૉપી લિંક

સુરેન્દ્રનગર જિલ્લાની 61 લીંબડી વિધાનસભા સીટમાં કોંગ્રેસના ભગીરથસિંહ રાણા તેમના તમામ કાર્યકર્તાઓ સાથે કિરીટસિંહ રાણાના હસ્તે ભારતીય જનતા પાર્ટી જોડાયા હતા. આ પ્રસંગે ઝાલાવાડ ક્ષત્રિય સમાજના પ્રમુખ રુદ્રસિંહ ઝાલા, ઉપપ્રમુખ મહાવીરસિંહ રાણા લાલિયાદ, કરણી સેનાના ઉપાધ્યક્ષ હરપાલસિંહ ઝાલા, નિરૂભાકાકા ભલગામડા, ડેલિગેટ લખધીરસિંહ કે રાણા, ભલગામડા ગામના સરપંચ સુખુભા રાણા, દશરથસિંહ ઝાલા, તથા સમાજના સૌ અગ્રણીઓ ખાસ ઉપસ્થિત રહ્યા હતા.

સુરેન્દ્રનગર જિલ્લાની દસાડા વિધાનસભા સીટ પર ખારાઘોડા જિલ્લા પંચાયત સીટના કોંગ્રેસના બે ટર્મથી ચૂંટાતા સદસ્ય અને ઠાકોર સમાજના દિગ્ગજ નેતા ઘાસપુરના નટુજી ઠાકોર સેંકડો કાર્યકર્તાઓ સાથે શક્તિ પ્રદર્શન યોજી કેન્દ્રીય મંત્રી નિરંજન સાધ્વીની હાજરીમાં કેસરી ખેસ પહેરીને ભાજપમાં જોડાયા હતા. ત્યારે દસાડા વિધાનસભા સીટમાં દસાડા અને લખતર તાલુકા સહિત લીંબડી તાલુકાના 17 ગામોનો પણ સમાવેશ થાય છે. ત્યારે દસાડા વિધાનસભામાં આવતી સીયાણી જીલ્લા પંચાયતના સભ્ય અને પૂર્વ બાંધકામ સમિતિના ચેરમેન અને ધારાસભ્ય નૌસાદ સોલંકીના અંગત સાથી ભગીરથસિંહ રાણા પણ આજે કિરીટસિંહ રાણાની હાજરીમાં કેસરી ખેસ પહેરી ભાજપમા જોડાયા હતા. આથી દસાડા વિધાનસભા સીટમાં બે દિવસમાં બે મોટા ગાબડા પડ્યાં હતા.

અન્ય સમાચારો પણ છે...