નિર્ણય:સુરેન્દ્રનગરમાં કોરોનાનું સંક્રમણ અટકાવવા રવિવારી બંધ કરાવાઇ, પાલિકા અને પોલીસે 4 કલાક ચેકિંગ હાથ ધર્યું

સુરેન્દ્રનગર2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • ગત રવિવારે હૈયેહૈયું દળાય તેવી ભીડ એકઠી થઇ હતી

સુરેન્દ્રનગર મેળાના મેદાનમાં ભરાતી રવિવારી બજારમાં સુરેન્દ્રનગર, જોરાવરનગર, વઢવાણ, રતનપર સહીતના શહેરી વિસ્તાર ઉપરાંત ગ્રામ્ય વિસ્તારમાંથી પણ મોટી સંખ્યામાં લોકો ખરીદી માટે આવતા હોય છે. હાલ જિલ્લામાં કોરોના પોઝિટીવ કેસ અને કોરોનાથી થતા મોતની સંખ્યામાં સતત વધારો થઇ રહ્યો હોવા છતાં 22 નવેમ્બરના રવિવારે રવિવારી બજારમાં હૈયેહૈયુ દળાય તેવી ભીડ જોવા મળી હતી અને સોશિયલ ડિસ્ટન્ટ, માસ્ક પહેરવું સહીતના નિયમોનું ઉલ્લંઘન પણ જોવા મળતા જિલ્લા કલેક્ટર કે.રાજેશ દ્વારા રવિવારી બજાર બંધ કરાવવાનો આદેશ કરવામાં આવ્યો હતો.

પાલિકાના વહીવટદાર અનિલકુમાર ગોસ્વામી અને ચીફ ઓફીસર સંજયભાઇ પંડ્યાના માર્ગદર્શન હેઠળ હાઉસટેક્સ ઇન્સ્પેક્ટર છત્રપાલસિંહ ઝાલા, પીયુષ ચીહલા,ટ્રાફીક પોલીસના જીલાણીભાઇ, ગણપતસિંહ સહીતની ટીમે વહેલી સવારથી જ મેળાના મેદાનમાં પહોંચી ગઇ હતી. અને મેદાનમાં વિવિધ વસ્તુઓના વેચાણ માટે આવતા વેપારીઓને હટાવવાની કામગીરી ચાલુ કરી હતી. સવારે 4 કલાક ચેકીંગ કરવામાં આવ્યું હતું અને છુટક વેપાર કરી ગુજરાન ચલાવતા નાના વેપારીઓને સમજાવી મેદાનમાંથી દુર કરવામાં આવ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...