સુરેન્દ્રનગરનો આજે 76મો જન્મદિવસ:સુરેન્દ્રનગર શહેરે અનેક અંગ્રેજ અધિકારીઓનો દબદબો અને આઝાદીના ચળવળના અનેક દાયકાઓ જોયા, જાણો રસપ્રદ ઇતિહાસ

સુરેન્દ્રનગર6 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • હાલનું સુરેન્દ્રનગર આઝાદી પહેલા બ્રિટીશ પોલીટીકલ એજન્ટનું થાણું હતું અને વઢવાણ કેમ્પ તરીકે જાણીતું હતું
  • સુરેન્દ્રસિંહજીના નામ પરથી 1947માં તેનું નવું નામકરણ સુરેન્દ્રનગર કરવામાં આવ્યું

સુરેન્દ્રનગરનો ઇતિહાસ ઘણો લાંબોને રસપ્રદ રહ્યો છે. સુરેન્દ્રનગરએ બ્રિટિશ અધિકારીઓનો દબદબો પણ જોયો છે અને આઝાદીની ચળવળ સાથે એને કંઈક દાયકાઓ પણ જોયા છે. સને 1864માં કર્નલ હોવેઇના સૂચનથી આ જગ્યાની પસંદગી વઢવાણ સિવિલ સ્ટેશન સ્થાપવા માટે થઈ હતી. ત્યારબાદ કાઠિયાવાડના પોલિટિકલ એજન્ટ કર્નલ કિટીઝે કાયમી ભાડાપટ્ટે આ જમીન લીધી હતી.

ઝાલાવાડ પ્રાંત એજન્સીના કાર્ય મથક તરીકે વઢવાણ કેમ્પ સ્થપાયું
વેસ્ટર્ન ઇન્ડિયા સ્ટેટ એજેન્સીની હુકુમત હેઠળ ઝાલાવાડ પ્રાંત એજન્સીના કાર્ય મથક તરીકે વઢવાણ કેમ્પ સ્થપાયું જેને લોકભાષા આપણે કાંપ તરીકે ઓળખીએ છીએ.(વઢવાણ કેમ્પ) કાર્ય મથક સ્થપાતા આજુબાજુના ગામડાના લોકો ધંધા-રોજગાર માટે અહીંયા આવવા લાગ્યા અને સ્થાયી થવા લાગ્યા. આવી રીતે અહીંયા એક શહેર પોતાનો આકાર લઈ રહ્યું હતું. મે 1872મા સ્ટીમ એન્જીન આવતા વિરમગામ, ધ્રાંગધ્રા, રાજકોટ અને ભાવનગર ચાર રેલવે લાઈનના જંક્શનના લીધે આ કેમ્પ વિકસતુ ગયું અને લોકો વધુને વધુ ધંધા રોજગાર માટે અહીંયા આવવા લાગ્યા.

સને 1946માં વઢવાણ મહારાજ સુરેન્દ્રસિંહજીને સોંપવામાં આવ્યું
સને 1946માં આ શહેરને વઢવાણ મહારાજ સુરેન્દ્રસિંહજીને સોંપવામાં આવ્યુ અને તેઓએ આ શહેરને સુરેન્દ્રનગર નામ આપ્યું. ત્યારબાદ સને 1948માં દેશી રજવાડાઓના વિલીનીકરણ બાદ આ શહેરને જિલ્લા મથક બનાવવામાં આવ્યું હતું. સુરેન્દ્રનગર શહેરની સ્થાપના વર્ષ 1854માં થઈ હતી. આ પહેલા તે વઢવાણ કેમ્પ અથવા વઢવાણ સીવીલ સ્ટેશન તરીકે જાણીતુ હતું. આ ઉપરાંત તે બ્રિટીશ પોલીટિકલ એજન્ટનું વડુ મથક હતું. ત્યારબાદ તેનું શાસન વઢવાણના રાજા શ્રી સુરેન્દ્રસિંહજીના હાથમાં 1946માં સોપવામાં આવ્યું.
આઝાદીની ચળવળમાં શહેરનું નોંધપાત્ર યોગદાન
​​​​​​​
સુરેન્દ્રસિંહજીના નામ પરથી 1947માં તેનુ નવુ નામકરણ સુરેન્દ્રનગર કરવામાં આવ્યું. આઝાદીની ચળવળમાં આ શહેરનું નોંધપાત્ર યોગદાન છે. શહેરને સૌરાષ્ટ્રનું પ્રવેશદ્વાર માનવામાં આવે છે. હાલનું સુરેન્દ્રનગર આઝાદી પહેલા બ્રિટીશ પોલીટીકલ એજન્ટનું થાણું હતું. વઢવાણ કેમ્પ તરીકે જાણીતુ હતું. વઢવાણના રાજવીને એજન્ટે 1946માં સોંપેલા આ કેમ્પને રાજવી સુરેન્દ્રસિંહજીના નામ ઉપરથી સુરેન્દ્રનગર નામ અપાયું હતું. 1948થી સુરેન્દ્રનગર જિલ્લાનું મુખ્ય મથક બની રહ્યું છે. અગાઉના સમયમાં અંગ્રેજોનો કેમ્પ આ શહેરમાં રહેતો હોવાથી આ શહેરને કાંપ પણ કહે છે.

અન્ય સમાચારો પણ છે...