કોંગ્રેસ પ્રમુખનું રાજીનામું:સુરેન્દ્રનગર શહેર કોંગ્રેસ પ્રમુખે નાદુરસ્ત તબિયતના કારણે રાજીનામું ધરી દીધું

સુરેન્દ્રનગર14 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ગિરિરાજસિંહ ઝાલા 35 વર્ષથી કૉંગ્રેસ સાથે જોડાયેલા છે

સુરેન્દ્રનગર વઢવાણ શહેરમાં કોંગ્રેસના સેવા કાર્ય અને છેલ્લા 35 વર્ષથી વિરોધ પક્ષ સામે લડત આપતા અને લડવૈયા તરીકેની પોતાની છાપ ધરાવતા એવા ગિરિરાજસિંહ ઝાલા સુરેન્દ્રનગર શહેર પ્રમુખ તરીકે પોતાની સારી કામગીરી અને કોઈપણ રજૂઆત હોય તો એ પ્રશ્નને વિરોધ સાથે લોકો સાથે ઊભા રહે અને વાચા આપો અને સરકાર સામે વિરોધ કરવો એ ગીરીરાજસિંહ ઝાલાનું નેતૃત્વ હતુ.

કાર્યકરોમાં પણ તેમના રાજીનામું આપવાથી ભારે ચર્ચાનો વિષય બન્યો
ગુજરાતમાં ચૂંટણીઓ નજીક આવી રહી હોવા છતાં આ રીતે કોંગ્રેસના પાયાના કાર્યકરો જ્યારે સામાન્ય કારણ બતાવી અને રાજીનામું આપે તેના પાછળનું કારણ શું ? તે ખરેખર જાણવું જોઈએ ત્યારે હાલ તો સુરેન્દ્રનગર વઢવાણ શહેર પ્રમુખ તરીકે એક સારી કામગીરી કરનારા કોંગ્રેસના લડવૈયા કાર્યકર પોતાની તબિયત નાંંદુરસ્ત હોવાનું જણાવી અને રાજીનામું આપી દીધું છે. ત્યારે તેમના કાર્યકરોમાં પણ તેમના રાજીનામું આપવાથી ભારે ચર્ચાનો વિષય બન્યો છે.

અન્ય સમાચારો પણ છે...