તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ચુકાદો:સુરેન્દ્રનગર ચેક રિટર્ન કેસમાં આરોપીને 1 વર્ષની સજા, વળતર પેટે 3.43 લાખ ચૂકવવાનો હુકમ

સુરેન્દ્રનગર18 દિવસ પહેલા
  • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર

સુરેન્દ્રનગર જિલ્લા કોર્ટમાં ચેક રિટર્ન અંગેનો કેસ ચલાવવામાં આવ્યો હતો. બન્ને પક્ષના વકીલની દલીલોને ધ્યાને લેવાયા હતા. આ કેસમાં આરોપીને 1 વર્ષની સાદી કેદની સજા તેમજ ફરિયાદીને વળતર પેટે રૂ.3,43,835 ચુકવવાનો હુકમ કરાયો હતો. પાટડી તાલુકાના પોલીસ સ્ટેશન સામે દરગાહમાં રહેતા મજીદશા દિવાને શ્રીરામ ટ્રાન્સપોર્ટ ફાઇનાન્સમાંથી ગાડી લેવા લોન લીધી હતી.પરંતુ લોન લીધા બાદ સમયસર હપ્તા ભરતા ન હતા.આથી તેમણે દસાડી બેંકનો જે ચેક આપ્યો હતો તે ચેક કંપનીએ પોતાના ખાતામાં નાખ્યો પરંતુ અપૂરતા ભંડોળને કારણે પરત થયો હતો.

આથી શ્રીરામ ટ્રાન્સપોર્ટ ફાઇનાન્સ કંપની પેનલ એડવોકેટ તુષરભાઇ જાની મારફતે નોટિસ મોકલી હતી. એડિશનલ મેજિસ્ટ્રેટ ફર્સ્ટ ક્લાસ ઋષીકેશસિંહ ગીરીશસિંહ ચૌટાલાએ આરોપીને એક વર્ષની સાદી કેદની સજા આપી હતી. પક્ષકાર કંપનીને વળતર પેટે રૂ.3,43,835 ચૂકવવા હુકમ કર્યો હતો. વળતરની રકમ 30 દિવસમાં ન ચૂકવે તો વધુ 3 માસની સાદી કેદની સજાનો હુકમ કરાયો હતો.

અન્ય સમાચારો પણ છે...