તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

મુશ્કેલી:સુરેન્દ્રનગર બસ સ્ટેશન રોડ સામાન્ય વરસાદમાં બિસમાર

સુરેન્દ્રનગર24 દિવસ પહેલા
  • કૉપી લિંક
સુરેન્દ્રનગર શહેરના બસ સ્ટેશનમાં મુખ્ય ગેટ આગળ વરસાદી પાણી અને ખાડાઓના કારણે મુસાફરો હાલાકીનો સામનો કરી રહ્યાં છે. - Divya Bhaskar
સુરેન્દ્રનગર શહેરના બસ સ્ટેશનમાં મુખ્ય ગેટ આગળ વરસાદી પાણી અને ખાડાઓના કારણે મુસાફરો હાલાકીનો સામનો કરી રહ્યાં છે.

સુરેન્દ્રનગર જિલ્લાનું સૌથી મોટું બસ સ્ટેશન શહેરમાં આવેલું છે. હાલ નવા બસ સ્ટેશનની કામગીરી ચાલુ હોવાથી હંગામી બસ સ્ટેશનમાં લોકો મુસાફરીનો લાભ લઇ રહ્યાં છે. ત્યારે આ બસ સ્ટેશનમાં પ્રાથમિક સુવિધાના અભાવે લોકો મુશ્કેલીનો સામનો કરી રહ્યાં છે. શનિવારે પડેલા સામાન્ય વરસાદમાં જ બસ સ્ટેશનમાં અનેક જગ્યાઓ પર પાણી ભરાઇ ગયા હતા.

તેમાંય ખાસ કરીને એકમાત્ર મુખ્ય ગેટ કે જ્યાં બસો આવ-જા તેમજ મુસાફરોની પણ અવરજવર રહે છે તે માર્ગ પર ખાડાઓ સાથે વરસાદી પાણી ભરાઇ જતા મુસાફરોને પસાર થવામાં હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે.

આ અંગે પ્રદિપભાઈ, રિંકુંબેન, ભાવનાબેન, હર્ષાબેન વગેરે જણાવ્યું કે, ગેટથી બસ સ્ટેશન અંદર જવા માટે અંદાજે 150થી વધુ ફૂટનો રસ્તો છે કે જ્યાં ખાડાઓ સાથે વરસાદી પાણી ભરાઇ ગયા છે. આથી બસ સ્ટેશનમાં પાણીના નિકાલ સાથે રસ્તાને યોગ્ય કરવા કામગીરી કરવામાં આવે તેવી લોગમાગ ઉઠી હતી.

અન્ય સમાચારો પણ છે...