સુરેન્દ્રનગરના પક્ષીપ્રેમીનો સરવે:પક્ષીઓ પર વર્તમાન સમયની અસરો ચકાસવા ત્રણ રાજ્યનાં જંગલો ખૂંદ્યા, 180થી વધુ પક્ષીઓના DNA લીધા

સુરેન્દ્રનગર14 દિવસ પહેલા
  • કૉપી લિંક
મહારાષ્ટ્ર, ગોવા અને કર્ણાટકના જંગલોમાં ફર્યો - Divya Bhaskar
મહારાષ્ટ્ર, ગોવા અને કર્ણાટકના જંગલોમાં ફર્યો
  • મહારાષ્ટ્ર, ગોવા અને કર્ણાટકના વનોમાં 180થી વધુ જાતનાં પક્ષીઓની વિગતો મેળવી
  • પક્ષીઓના ડીએનએ મેળવ્યા, જેના આધારે પક્ષીઓ વિશે અજાણી વાતો સામે આવશે

સુરેન્દ્રનગરના યુવા પક્ષીવિદ્દે વેસ્ટર્ન ઘાટના પક્ષીઓના ડીએનએ અને તેમની લોકલ અવરજવર તથા જીવનશૈલી જાણવા માટે ત્રણ રાજયોના જંગલમાં અનેક મુશ્કેલીઓનો સામનો કરીને પક્ષીઓનું રીસર્ચ કર્યુ હતુ. રીસર્ચ દરમિયાન જુદી જુદી 180 પ્રજાતીના પક્ષીઓને પકડીને તેમને રીંગ પહેરાવી લોહીના નમુના લઇને સર્વે કરવામાં આવ્યો હતો. તમામ પક્ષીના રીસર્ચ બાદ આ પક્ષીઓની મહત્વની વિગતો જાણવા મળશે.

દેવવ્રતસિંહ મોરી પક્ષી સાથે
દેવવ્રતસિંહ મોરી પક્ષી સાથે

ભારત સરકાર દ્વારા ઇન્ડીયન ઇન્સ્ટીયુટ ઓફ સાયન્સ એજયુકેશન એન્ડ રીસર્ચનો એક પ્રોજેકટ ચલાવવામાં આવી રહયો છે. જેની મુખ્ય ઓફિસ આન્ધ્રપ્રદેશના તીરૂપતી ખાતે આવેલી છે. આ સંસ્થા દ્વારા પક્ષીઓ માટે રીસર્ચ કરવાનું આયોજન કર્યુ હતુ. તેમાં સુરેન્દ્રનગરના વઢવાણના વતની અને હાલ અમદાવાદ યુનિર્વસીટીમાં બાયોલોજીકલ લાયફ સાયન્સીસ ડિપાર્ટમેન્ટમાં પ્રોફેસર તરીકે ફરજ બજાવતા દેવવ્રતસિંહ મોરીનુ સિલેકશન કરવામાં આવ્યુ હતુ.

પક્ષીપ્રેમી દેવવ્રતસિંહ મોરીની તસવીર
પક્ષીપ્રેમી દેવવ્રતસિંહ મોરીની તસવીર

જેમાં એસોસીએસના ડીન બાલાજી પ્રકાશના સહયોગથી દેવવ્રતસિંહ મોરી એક મહિનો સુધી મહારાષ્ટ્ર, ગોવા અને કર્ણાટકના ઘાસીયા જંગલોમાં પક્ષીઓના રીસર્ચ માટે ગયા હતા. જયા જંગલી હાથી, દિપદા, વાઘ અને ઝેરી સાપ, વીછી વચ્ચે જીવના જોખમે રહીને પક્ષીઓનું રીસર્ચ કર્યુ હતુ. 300થી વધુ પક્ષીઓને પકડીને સરવે કરાયો છે.

180થી વધુ પક્ષીઓના DNA લીધાં
180થી વધુ પક્ષીઓના DNA લીધાં
દેવવ્રતસિંહ મોરીની તસવીર
દેવવ્રતસિંહ મોરીની તસવીર
અન્ય સમાચારો પણ છે...