આયોજન:સુરેન્દ્રનગર બહુજન સમાજ પાર્ટીની ચૂંટણીને ધ્યાને લઈ સંગઠન સમીક્ષા બેઠક યોજાઇ

સુરેન્દ્રનગરએક વર્ષ પહેલા
  • કૉપી લિંક

સુરેન્દ્રનગર બહુજન સમાજ પાર્ટીએ આગામી ચુંટણીને ધ્યાને લઇ તા.16-9-20ના રોજ બેઠકનું આયોજન કર્યુ હતુ. જેમાં મુખ્ય મહેમાન તરીકે ગુજરાત પ્રદેશ પ્રભારી ધરમવીર અશોકભાઇ, પ્રદેશ પ્રમુખ અશોકભાઇ ચાવડા સહિત આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. આ બેઠકમાં સંગઠનને મજબુત બનાવી આગામી જિલ્લા પંચાયત, તાલુકા પંચાયત, નગરપાલિકાની ચૂંટણીમાં બધી જગ્યાએ ઉમેદવારો ઉભા રાખવા અંગે ચર્ચા કરાઇ હતી. આ બેઠકમાં જિલ્લા પ્રમુખ શૈલેષ સોલંકી, હર્ષદભાઇ પરમાર, પી.ડી.ડોરીયા, ભાવેશ પારઘી, ચંદ્રપાલ બૌદ્ધ સહિત જિલ્લા તાલુકાન અને શહેરના પદાધિકારીઓ અને કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...