તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ચૂંટણી:સુરેન્દ્રનગર અને લીંબડી નગરપાલિકાની 2 બેઠકની 3 ઓક્ટોબરે પેટા ચૂંટણી

સુરેન્દ્રનગર16 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ઉમેદવારીપત્ર ભરવાની છેલ્લી તારીખ 18 સપ્ટેબર, 5 ઓક્ટોબરે પરિણામ

ગુજરાત રાજ્યમાં મહાનગરપાલિકા અને નગરપાલિકામાં પ્રસંગોપાત ખાલી પડેલી બેઠકની પેટાચૂંટણીનું રાજ્ય ચૂંટણી આયોગે આયોજન કર્યું છે. આથી સુરેન્દ્રનગરમાં કોર્પોરેટરે રાજીનામું આપતા અને લીંબડીના કોર્પોરેટરના અવસાનના કારણે ખાલી પડેલી બેઠક પર પેટાચૂંટણી યોજાનાર છે.રાજ્ય ચૂંટણી આયોગે મહાનગરપાલિકાઓ અને નગરપાલિકાઓમાં ખાલી પડેલી બેઠકો પર પેટાચૂંટણીની 3-10-2021ના રોજ યોજવાની 6-9-21ના રોજ જાહેર કરાઈ છે.

આથી સુરેન્દ્રનગર-દૂધરેજ-વઢવાણ સંયુક્ત પાલિકાના પૂર્વસદસ્ય હિતેષભાઇ બજરંગે રાજીનામું આપતા ખાલી પડેલી વોર્ડ નં.6ની (સામાન્ય ત્રીજી) તથા લીંબડી નગરપાલિકાના સદસ્ય ડાયાલાલ દલવાડીના અવસાન થવાથી ખાલી પડેલી વોર્ડ.5ની (સામાન્ય ત્રીજી)બેઠકો પર ચૂંટણી યોજાનાર છે. જેની જાહેરનામું પ્રસિધ્ધ થયાથી તા.18-9-21 ઉમેદવારી પત્ર ભરવાની છેલ્લો દિવસ છે. તા.20-9-21 સુધીમાં ઉમેદવારી પત્રકોની ચકાસણી કરાશે. ઉમેદવારી પત્ર પરત ખેંચવાની તા.21-9-21 રહેશે.

જ્યારે આ બન્ને બેઠકો માટે મતદાન 3-10-21ના રોજ રવિવારે સવારે 7થી 6 વાગ્યા દરમિયાન યોજાશે. જ્યારે 5-10-21ના રોજ મતગણતરી યોજાનાર છે. જ્યારે આ પેટાચૂંટણી આગામી સમયમાં યોજાનાર વિધાનસભાની ચૂંટણીને ધ્યાને લઇ તૈયારીઓ કરતા રાજકીય પક્ષોના લોકસંપર્કની જોર અજમાઇસ પણ બની રહેશે.

અન્ય સમાચારો પણ છે...