તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

કાળા બજારી:સુરેન્દ્રનગર એ ડિવિઝન પોલીસે મ્યુકરમાઈકોસિસ રોગની સારવાર માટેના ઇન્જેક્શનની કાળા બજારી કરતા બે શખ્સોને ઝડપી પાડ્યા

સુરેન્દ્રનગર7 દિવસ પહેલા
  • કૉપી લિંક
સુરેન્દ્રનગર એ ડિવિઝન પોલીસે મ્યુકરમાઈકોસિસ રોગની સારવાર માટેના ઇન્જેક્શનની કાળા બજારી કરતા બે શખ્સોને ઝડપી પાડ્યાં - Divya Bhaskar
સુરેન્દ્રનગર એ ડિવિઝન પોલીસે મ્યુકરમાઈકોસિસ રોગની સારવાર માટેના ઇન્જેક્શનની કાળા બજારી કરતા બે શખ્સોને ઝડપી પાડ્યાં
  • અલગ-અલગ 20 ઇન્જેક્શન સહીત ફુલ રૂ.‌ 1.40 લાખના મુદ્દામાલ સાથે બે શખ્સો ઝડપાયા

સુરેન્દ્રનગર એ ડિવિઝન પોલીસે મ્યુકરમાઈકોસિસ રોગની સારવાર માટેના ઇન્જેક્શનની કાળા બજાર કરતા બે શખ્સોને ઝડપી પાડ્યાં હતા. કોરોના મહામારી બાદ હાલ ફેલાયેલા મ્યુકરમાઈકોસિસ રોગના સારવાર માટેના અલગ અલગ 20 ઇન્જેક્શન સહીત ફુલ રૂ.‌ 1.40 લાખના મુદ્દામાલ સાથે બે શખ્સોને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

કોરોનાની બીજી લહેરે શહેરી વિસ્તારોની સાથે સાથે ગ્રામ્ય પથંકમાં પણ પગપેસારો કરી લોકોને બાનમાં લીધા છે. કોરોનાની આ ઘાતક લહેરમાં અનેક લોકો અકાળે મોતના મુખમાં ધકેલાયાના બનાવો સામે આવ્યા છે. એમાય કોરોનાની આ લહેરમાં કોરોના પોઝીટીવ દર્દીઓમાં બ્લેક ફંગસ એટલે કે મ્યુકરમાઇકોસિસના રોગે દેખા દેતા દર્દીઓ અને એમના સગા વહાલાઓમાં રીતસરનો ફફડાટ વ્યાપી જવા પામ્યો હતો.

સુરેન્દ્રનગર એ ડિવિઝન પોલીસે અગાઉથી મળેલી બાતમીના આધારે અચાનક દરોડો પાડી મ્યુકરમાઈકોસિસ રોગની સારવાર માટેના ઇન્જેક્શનની કાળા બજાર કરતા બે શખ્સોને ઝડપી પાડ્યાં હતા. કોરોના મહામારી બાદ હાલ ફેલાયેલા મ્યુકરમાઈકોસિસ રોગના સારવાર માટેના અલગ અલગ 20 ઇન્જેક્શન સહીત ફુલ રૂ.‌ 1.40 લાખના મુદ્દામાલ સાથે બે શખ્સોને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. પોલીસે બન્ને આરોપીઓને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. ત્યારે આ ચકચારીભર્યા કેસમાં હજી વધુ નામો ખુલવાની પણ પોલીસ દ્વારા શંકા સેવાઇ રહી છે.

અન્ય સમાચારો પણ છે...