ધરણાં પ્રદર્શન:સુરત-મહુવા-સુરત ટ્રેનને જોરાવરનગર, વઢવાણમાં સ્ટોપેજ મુદ્દે ધરણાં સમેટાયા

સુરેન્દ્રનગર18 દિવસ પહેલા
  • કૉપી લિંક
જોરાવરનગર, વઢવાણ સ્ટેશને સ્ટોપેજ મામલે સિનિયર સિટીઝનોના ધરણાં પ્રદર્શન. - Divya Bhaskar
જોરાવરનગર, વઢવાણ સ્ટેશને સ્ટોપેજ મામલે સિનિયર સિટીઝનોના ધરણાં પ્રદર્શન.
  • માગ પૂરી નહીં કરાય તો સાંસદની ઑફિસ બહાર ધરણાં કરાશે

સુરત-મહુવા-સુરત ટ્રેનને જોરાવરનગર અને વઢવાણ રેલવે સ્ટેશને સ્ટોપેજ આપવા સુરેન્દ્રનગરના સાંસદ અને ભાવનગર ડીઆરએમને લેખિત રજૂઆત દ્વારા માંગ કરાઈ હતી પરંતુ સ્ટોપેજ ન અપાતાં સિનિયર સિટીઝનોએ તા. 3થી 5 જાન્યુઆરી સુધી ધરણાં પ્રદર્શન કર્યું હતું પરંતુ કોઈ કાર્યવાહી ન કરાતાં સાંસદ અને ડીઆરએમને લેખિત રજૂઆત કરી આગામી સમયમાં સ્ટોપેજ નહીં અપાય તો સાંસદની ઑફિસ બહાર ધરણાં કરવાની ચીમકી આપી હતી.

ધરણાં પ્રદર્શનમાં ભગીરથસિંહ ઝાલા, અશોક પારેખ, કમલેશ કોટેચા, અશોક કંસારા, સુરેશ શાહ સહિત સિનિયર સિટીઝન ધરણાં પર બેઠા હતા. બુધવારે ધરણાં પૂરા કરી સાંસદ અને ડીઆરએમ ભાવનગરને લેખિત રજૂઆત કરાઈ હતી, જેમાં આ ટ્રેનને સ્ટોપેજ ન આપી જોરાવરનગર અને વઢવાણની જનતાને હળાહળ અન્યાય કરાયો છે.

અન્ય સમાચારો પણ છે...