ઉજવણી:સુરસાગર ડેરીએ 16 મૃતક સભાસદોના વારસદારોને 8.20 લાખની સહાય ચૂકવી

સુરેન્દ્રનગર2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • ચેરમેનના જન્મદિવસની ઉજવણી કરવામાં આવી
  • 3 પશુપાલકોના વારસદારોને એક એક લાખની સહાય

સુરેન્દ્રનગર સુરસાગર ડેરીના ચેરમેન બાબાભાઇ ભરવાડના જન્મદિવસ નિમિત્તે સુરસાગર ડેર દ્વારા દૂધ મંડળીના મૃતક સભાસદોના વારસદારોને સહાય ચૂકવવામાં આવી હતી. જેમાં કુલ 16 મૃતક સભાસદોના વારસદારોને રૂપિયા 8.20 લાખની સહાય આપવામાં આવી હતી. સભાસદ મરણોત્તર યોજના અંતર્ગત અકસ્માતે મૃત્યુ પામનાર 3 પશુપાલકોના વારસદારોને રૂપિયા એક એક લાખ જ્યારે 13 સભાસદોના વારસદારોને રૂપિયા ચાલીસ હજારની સહાયના ચેક અર્પણ કરવામાં આવ્યા હતા.સુરેન્દ્રનગર સુરસાગર ડેરી સાથે સંકળાયેલ દૂધ મંડળીના સભાસદો અને પશુપાલકો માટે ડેરી દ્વારા ગૃપ પર્સનલ અકસ્માત વિમા યોજના અંતર્ગત રૂપિયા એક લાખની સહાય ચૂકવવામાં આવે છે. અને આ વિમા યોજનાનું સંપૂર્ણ પ્રિમિયમ પણ ડેરી દ્વારા ભરવામાં આવે છે.

તારીખ 28 નવેમ્બરના રોજ ડેરીના ચેરમેન બાબાભાઇ ભરવાડનો જન્મદિવસ હોય ડેરી દ્વારા ચેરમેનના જન્મદિવસ નિમિત્તે તાજેતરમાં મૃત્યુ પામેલા સભાસદોના વારસદારોને સહાય ચૂકવવાનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં કુદરતી રીતે મૃત્યુ પામેલા 13 સભાસદોના પરિવારોને ચાલીસ હજાર લેખે કુલ રૂપિયા 5.20 લાખ તેમજ અકસ્માતે મૃત્યુ પામેલા થાન, મુળી અને દસાડાની દૂધ મંડળીના સભાસદોના પરિવારજનોને રૂપિયા એક એક લાખની સહાય લેખે કુલ 16 સભાસદોના પરિવારોને કુલ રૂપિયા 8.20 લાખની સહાયના ચેક ડેરીના ચેરમેન બાબભાઇ ભરવાડ, એમડી ગુરદિતસિંઘ, અજયભાઇ સભાડ સહીતનાઓની હાજરીમાં અર્પણ કરાયા હતાં.

અન્ય સમાચારો પણ છે...