તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

રજૂઆત:હાઇકોર્ટમાં સુઓમોટો દાખલ - સાયલામાં આઇસીયુ અને વેન્ટીલેટર નથી, RT-PCRનો રીપોર્ટ પાંચ દિવસે આવે, ધન્વંતરી રથ પાર્કિંગમાં : સાયલા બાર એસોસિએશન

સુરેન્દ્રનગર3 દિવસ પહેલા
 • કૉપી લિંક
સાયલા બાર એસોસિયેશનના પ્રમુખ દિપકભાઇ પંડ્યા - Divya Bhaskar
સાયલા બાર એસોસિયેશનના પ્રમુખ દિપકભાઇ પંડ્યા
 • કલેક્ટરનો સરકારી કર્મીને કોવિડ સારવારમાં અગ્રતા સહિતના મુદ્દાઓ પર બાર એસોસિએશનની રજૂઆતને સુઓમોટોમાં સમાવેશ
 • હાઇકોર્ટમાં સુઓમોટોની આવતી કાલે સવારે સુનાવણી હાથ ધરાશે

હાઇકોર્ટ કોરોના સંક્રમણના મામલે સરકારના વિવિધ પગલાઓ પર સુઓમોટો દાખલ કરી સરકારનો ઉધડો લીધો છે. ત્યારે સુરેન્દ્રનગર જીલ્લાના સાયલા બાર એસોસિએશનના પ્રમુખ દિપકભાઇ પંડ્યા સહિતના વકિલોએ સાયલા બાર એસોસિએશન વતી કોવિડની સ્થિતિ અંગે કરેલી સુઓમોટો અરજીમાં રજૂઆત કરી છે. જેનો હાઇકોર્ટ સુઓમોટોમાં સમાવેશ કર્યો છે. અને આવતી કાલે સવારે હાઇકોર્ટમાં એની સુનાવણી હાથ ધરાશે.

સુદામડામાં બે સીએચસી અને 6 પીએચસીમાં મળીને એક પણ એમ.ડી.ડોક્ટર નથી
આ અંગે સુરેન્દ્રનગરના સાયલા બાર એસોસિએશનના પ્રમુખ દિપકભાઇ નટવરલાલ પંડ્યાએ જણાવ્યું કે, સુરેન્દ્રનગર જીલ્લા કલેક્ટરના 19 તારીખના પરિપત્ર અનુસાર જીલ્લાના હેલ્થ સહિતના તમામ સરકારી કર્મચારીઓનો કોવિડ ટ્રીટમેન્ટમાં અગ્રતા આપવામાં આવે એ તદન ગેર બંધારણીય બાબત છે. કારણ કે દરેક વ્યકિતને કોવિડ ટ્રીટમેન્ટના એકસમાન અગ્રતા મળવી જોઇએ. વધુમાં સાયલા તાલુકામાં કુલ 72 ગામોનો સમાવેશ કરેલો છે. જેમાં સાયલા અને સુદામડામાં બે સીએચસી અને 6 પીએચસીમાં મળીને એક પણ એમ.ડી.ડોક્ટર નથી.

દર્દીઓના RT-PCR ટેસ્ટનો રીપોર્ટ ચારથી પાંચ દિવસમાં આવે છે
સુરેન્દ્રનગર જીલ્લાના પછાત તાલુકા તરીકે પંકાયેલા સાયલા તાલુકામાં એક પણ આઇસીયુ અને વેન્ટીલેટરના બેડની સુવિધા નથી. 72 ગામના સાયલા તાલુકામાં રોજની 50 એન્ટીજન કીટ જ રીપોર્ટ માટે આપવામાં આવે છે. પછી કોરોના સંક્રમણ ક્યાંથી નિયંત્રણમાં આવે. વધુમાં સાયલા તાલુકામાં દર્દીઓના RT-PCR ટેસ્ટનો રીપોર્ટ ચારથી પાંચ દિવસમાં આવે છે. ત્યાં સુધીમાં તો એ કોવિડ દર્દી સુપર સ્પ્રેડર બની શકે છે.

હાઇકોર્ટ સુઓમોટોમાં સમાવેશ કર્યો છે​​​​​​​
વધુમાં કોવિડ રીપોર્ટ માટેના ધન્વંતરી રથ સાયલા તાલુકાના ગામડાઓમાં ફરવાના બદલે પ્રાથમિક આરોગ્ય કેન્દ્રના પાર્કિંગમાં ખડકાયેલી જોવા મળે છે. અને સરકારી ચોપડે આ રથને દોડતો અને કામ કરતો બતાવાય છે. વધુમાં સાયલા તાલુકામાં રોજના એવરેજ 15થી 20 કોરોના પોઝિટિવ કેસો આવે છતાં આરોગ્ય વિભાગ દ્વારા એ દર્દીને હોમ કોરોન્ટાઇન સહિત પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર દ્વારા કોઇ જ રીપોર્ટીંગ કરવામાં આવતુ નથી. સાયલા બાર એસોસિએશન વતી કોવિડની સ્થિતિ અંગે કરેલી સુઓમોટો અરજીમાં રજૂઆત કરી છે. જેનો હાઇકોર્ટ સુઓમોટોમાં સમાવેશ કર્યો છે. અને આવતી કાલે સવારે હાઇકોર્ટમાં એની સુનાવણી હાથ ધરાશે.

સામાજિક જવાબદારી નિભાવી સાયલા તાલુકા સંદર્ભે ઉપયોગી સુચનો કર્યા
​​​​​​​વૈશ્વિક મહામારી કોવિડ-19 સંદર્ભે ગુજરાત હાઈકોર્ટ દ્વારા સ્વયં સંજ્ઞાન-સુઓ મોટો રીટ પિટીશન નં-53/2021 હાલ ચાલુ છે તે સંદર્ભે ગુજરાત હાઈકોર્ટ એડવોકેટ એસોશીએશન( GHAA) દ્રારા સાયલા બાર એસોસિએશન પાસેથી સુચનો માંગવામાં આવેલી સદર બાબત અંતગર્ત સાયલા બાર એસોસિએશન દ્વારા સામાજિક જવાબદારી નિભાવી સાયલા તાલુકા સંદર્ભે ઉપયોગી સુચનો કર્યા છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- પોઝિટિવ બની રહેવા માટે થોડી ધાર્મિક અને અધ્યાત્મિક ગતિવિધિઓમાં સમય પસાર કરવો યોગ્ય રહેશે. ઘરની દેખરેખ તથા સાફ-સફાઈને લગતા કાર્યોમાં પણ તમે વ્યસ્ત રહી શકો છો. કોઇ વિશેષ લક્ષ્યને પ્રાપ્ત કરવા ...

  વધુ વાંચો