તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

સુરક્ષિત ગામડું:એક વર્ષ પહેલા કોરોનાનો એક કેસ નોંધાતા જ ગ્રામજનો થયા હતા સાવચેત, આજે સુરેન્દ્રનગરના સુલતાનપુરમાં એકપણ કેસ નથી

સુરેન્દ્રનગર5 દિવસ પહેલાલેખક: મનીષ પારીક
ધ્રાંગધ્રા પંથકના છેવાડાનું ગામ સુલતાનપુર બન્યું સંપૂર્ણ કોરોના મુક્ત
 • એક વર્ષ પહેલા કોરોનાનો એક કેસ હતો, જે અમદાવાદ ટ્રાવેલીંગ હિસ્ટ્રી ધરાવતો હતો

ગુજરાત રાજ્યમાં કોરોનાની બીજી અને ઘાતક લહેર અનેક લોકોના જીવ લઇ ચુકી છે. ત્યારે સુરેન્દ્રનગર જીલ્લામાં એક એવુ ગામ છે સુલતાનપુર, જેમા કોરોના કાળ શરૂ થયા ત્યારથી જ માત્ર એક પોઝિટિવ કેસ નોંધાયો છે. અને તે પણ અમદાવાદની ટ્રાવેલીંગ હિસ્ટ્રી ધરાવતા હોવાનું જાણવા મળ્યુ છે. હાલમાં ધ્રાંગધ્રા પંથકના છેવાડાનું ગામ સુલતાનપુર સંપૂર્ણ કોરોના મુક્ત બન્યુ છે.

આરોગ્ય પ્રત્યે આખા ગામમાં જાગૃતિ ખુબ જ છે
સુરેન્દ્રનગર જીલ્લામાં કોરોનાની બીજી અને ઘાતક લહેરમાં કોરોનાનું સંક્રમણ ચિંતાજનક રીતે વધવા પામ્યું છે. શહેરી વિસ્તારોની સાથે આ લહેરમાં ગ્રામ્ય પથંકમાં પણ અનેક લોકો કોરોનાની ચપેટમાં આવ્યા બાદ ઓક્સિજનનું લેવલ ઘટી જતાં અકાળે મોતને ભેટવાના બનાવો સામે આવ્યા છે. ત્યારે સુરેન્દ્રનગર જીલ્લાના ધ્રાંગધ્રા તાલુકાના છેવાડાના સુલતાનપુર ગામ, કે જ્યાં હાલ એક પણ કોરોના કેસ નથી. અહિંના લોકોમ‍ાં શિક્ષણનો અભાવ ભલે હોય પરંતુ આરોગ્ય પ્રત્યે આખા ગામમાં જાગૃતિ ખુબ જ છે.

શાળામાં ઇમરજન્સી આઇસોલેશન વોર્ડ પણ બનાવવામાં આવ્યો
ધ્રાંગધ્રા તાલુકાના સૌથી છેવાડાના સુલતાનપુર ગામ બાદ કચ્છના નાના રણનો વિસ્તાર શરૂ થાય છે. અને હાલ અહિં સદંતર સ્વૈચ્છિક લોકડાઉન જેવો માહોલ જોવા મળે છે. ગામના એક પણ સ્થાનિકોને કોરોના પોઝિટ્વ નહિ હોવા છતા પણ સ્થાનિક તલાટી , સરપંચ , આચાર્ય સહિતનાઓની ટીમ દ્વારા દર ત્રણ દિવસે સમગ્ર ગામને સંપૂર્ણપણે સેનેટાઇઝ કરી ગામમા કોરોના અંગે જાગૃતિ ફેલાવવામાં આવે છે. સાથે ગામની પ્રાથમિક શાળામાં ઇમરજન્સી આઇસોલેશન વોર્ડ પણ બનાવવામાં આવ્યો છે. જરૂર જણાય તો કોઈ કોરોના સંક્રમિત વ્યક્તિને સારવાર માટે અગાઉથી જ પગલાં લેવામાં આવે છે.

ગામમાં કોરોનાનો એક પણ કેસ આવ્યો નથી
અહિં નાના બાળકોથી માંડીને વૃદ્ધ સુધીના કોઇપણ સ્થાનિક વ્યકિત સરકારની તમામ ગાઇડ લાઇન્સનું ચૂસ્તપણે પાલન કરતા નજરે પડે છે. જેથી ધ્રાંગધ્રા તાલુકાના સુલતાનપુર ગામે આજે એક પણ કોરોના સંક્રમિત દર્દી જોવા નથી મળતા અને આ ગામને કોરોના મુક્ત ગામ તરીકે પણ જાણીતુ કરવામાં આવ્યુ છે. સાથે આ ગામની કુલ વસ્તી 4000ની છે. પણ કોરોનાનો એક પણ કેસ આવ્યો નથી. જે માટે ગામના લોકોની સતકર્તા ખુબ જ જોવા મળી રહી છે.

જાગૃતી અભિયાનમાં વિદ્યાર્થીઓનો ખુબ મહત્વનો ભાગ રહેલો છે
સુલતાનપુરના ગામ આગેવાનો અને વિદ્યાર્થીનીઓ દ્વારા એક નવતર પહેલ કરવામાં આવી રહી છે. અને આ જાગૃતી અભિયાનમાં વિદ્યાર્થીઓનો ખુબ મહત્વનો ભાગ રહેલો છે. જ્યારે આ ગામનાં મોટા ભાગના લોકો મીઠું પકવતા અગરિયાઓ તરીકે ઓળખાય છે. જેઓ રણમાં મીઠાનું મજૂરી કામ કરીને પોતાના પરિવારનું ગુજરાત ચલાવી રહ્યા છે, જ્યારે સુલતાનપુરના ગામ આગેવાનો અને યુવાનો કોરોનાની જાગૃતી માટે ખૂબ પ્રશંસનિય કાર્ય કરી રહ્યાં છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- વર્તમાન પરિસ્થિતિઓને સમજીને ભવિષ્યને લગતી યોજનાઓ ઉપર ચર્ચા વિચારણાં કરો. પરિવારમાં ચાલી રહેલી અવ્યવસ્થાને પણ દૂર કરવા માટે થોડા મહત્ત્વપૂર્ણ નિયમ બનાવો. નેગેટિવઃ- યોજના બનાવવાની સાથે-સાથે...

  વધુ વાંચો