સુખડી-પોષણ કીટનું વિતરણ:હળવદના રણ વિસ્તારમાં અગરિયાઓના બાળકોને સુખડી, કિશોરીઓ અને સગર્ભાઓને પોષણ કીટનું વિતરણ કરાયું

મોરબી4 મહિનો પહેલા
  • કૉપી લિંક
હળવદના રણ વિસ્તારમાં અગરિયાઓના બાળકોને સુખડી, કિશોરીઓ અને સગર્ભાઓને પોષણ કીટનું વિતરણ કરાયું - Divya Bhaskar
હળવદના રણ વિસ્તારમાં અગરિયાઓના બાળકોને સુખડી, કિશોરીઓ અને સગર્ભાઓને પોષણ કીટનું વિતરણ કરાયું
  • 60 બાળકોને સુખડી, 40 કિશોરીઓ, 20 ધાત્રી બહેનો તેમજ 10 સગર્ભાઓને પોષણ કીટનું વિતરણ

હળવદમાં આંગણવાડી બહેનો તેમજ તેડાગર બહેનો દ્વારા અગરિયાઓના બાળકો, કિશોરીઓ, ધાત્રી તેમજ સગર્ભા બહેનોને સુખડી તેમજ પોષણ કીટનું વિતરણ કરવામાં આવ્યું હતું.

હળવદ તાલુકાના cdpo મમતાબેન, મોરબી જિલ્લા કોર્ડીનેટર અગરીયા હિતરક્ષક મંચના મારુતિસિંહ બી.બારૈયા તેમજ ટિકર ગામની આંગણવાડી વર્કર્સ અને તેડાગર બહેનો દ્વારા તાલુકાના રણવિસ્તારમાં અગરિયાઓના બાળકો,કિશોરીઓ,ધાત્રી તેમજ સગર્ભા બહેનોને સુખડી તેમજ પોષણ કીટનું વિતરણ કરવામાં આવ્યું હતું.

આ કાર્યક્રમમાં મમતાબેન, મારુતસિંહ બી.બારૈયા, ટિકર ગામની આંગણવાડીની વર્કર બહેનો તેમજ તેડાગર બહેનો ઉપસ્થિત રહી હતી. કાર્યક્રમ અંતર્ગત અગરિયાઓના 3વર્ષ સુધીના 60 બાળકોને સુખડીનું વિતરણ, 40 કિશોરીઓ, 20 ધાત્રીબહેનો તેમજ 10 સગર્ભા બહેનોને પોષણ કીટનું વિતરણ કરવામાં આવ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...