તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

રહસ્ય ઘેરાયું:6 વર્ષના દાંપત્યજીવન બાદ એકસાથે આપઘાત, સુરેન્દ્રનગરના સરા ગામમાં 42 વર્ષના પતિ અને 25 વર્ષની પત્નીએ ગળેફાંસો ખાધો

સુરેન્દ્રનગર, મૂળી4 મહિનો પહેલા
 • કૉપી લિંક
મૃતક બળદેવભાઈ અને હેમાની ફાઇલ તસવીર. - Divya Bhaskar
મૃતક બળદેવભાઈ અને હેમાની ફાઇલ તસવીર.
 • બંને શાંતિમય રીતે રહેતાં હતાં, પોલીસને કોઈ સ્યુસાઇડ નોટ હાથે ન લાગી

મૂળી તાલુકાના સરા ગામમાં માત્ર ફૂલહાર પહેરાવી લગ્ન કરીને ઘરમાં એકસાથે જ રહેતા 42 વર્ષના યુવાન અને 25 વર્ષની યુવતીએ પોતાના જ ઘરમાં ગળેફાંસો ખાઇને જીવન ટુંકાવી લેવાનો બનાવ બનતાં ચકચાર ફેલાઇ હતી. છેલ્લાં છ વર્ષથી એકસાથે જ રહેતાં યુવક અને યુવતીએ શા માટે આત્મહત્યા કરી એ અંગે રહસ્ય ઘેરાયું છે. શું તેમણે ખરેખર આત્મહત્યા જ કરી છે કે તેમની હત્યા કરીને લાશને લટકાવી દેવામાં આવી છે એ તપાસનો વિષય બની ગયો છે.

મૂળી તાલુકાના દાધોળિયા ગામે રહેતા હકાભાઇ વાણંદ પરિવાર સાથે સરા ગામમાં રહીને વાડી ભાગે રાખી ખેતી કામ કરતા હતા. તેમની બાજુમાં બળદેવભાઇ વીરજીભાઇ વરમોરાની વાડી આવેલી છે. બાજુ બાજુમાં રહેતા હોવાને કારણે એકબીજા પોતાની વાડીએ આવતા-જતા હતા. એ દરમિયાન હકાભાઇની દીકરી હેમા અને બળદેવભાઇની આંખ મળી ગઇ હતી. જોકે બંનેની ઉંમરમાં ઘણો તફાવત હતો છતાં એકબીજાએ સાથે રહેવાનું નકકી કરી પ્રેમમાં પડયા હતા, જે વાતથી બંનેનાં પરિવારજનો પણ સહમત થઇ ગયાં હતાં, આથી છ વર્ષ પહેલાં ફૂલહાર કરીને બંનેએ પરિવારની હાજરીમાં લગ્ન કર્યાં હતાં.

ત્યારે ગુરુવારની રાતે બળદેવભાઇની વાડીએ રહીને ખેતી કરતો સુરેશ બાઇક લેવા બળદેવભાઇના ઘરે આવ્યો હતો. ત્યારે બંનેની લટકતી લાશ જોઇને ડઘાઇ ગયો હતો. હેમાએ ઘરના ધાબાના હૂક સાથે સાડી બાંધી અને બળદેવભાઇએ નાટના લાકડા સાથે દોરડું બાંધીને આત્મહત્યા કરી લીધી હતી. આ અંગે પીએસઆઇ ડી.જે.ઝાલા, રોહિતભાઇ રાઠોડ અને ગિરીરાજસિંહ જાડેજા સહિતની પોલીસ ટીમ ઘટનાસ્થળે પહોચી હતી અને બંનેએ શા માટે આત્મહત્યા કરી એની તપાસ હાથ ધરી હતી. બે દિવસ પહેલાં તો બંને આનંદ સાથે સગાને ત્યાં લગ્નમાં ગયાં હતાં. ત્યાથી આવ્યા બાદ બંને વચ્ચે કોઇ તકરાર કે માથાકૂટ થઇ ન હતી. તો શા માટે આ નિર્ણય લીધો. સાથે એવું પણ બની શકે કે એકે આપધાત કરી લેતાં અન્યને લાગી આવતાં પગલું ભર્યું હોય.

પતિ અને પત્ની લાશ જુદા-જુદા રૂમમાંથી મળી આવી
મૃતક છેવાડાના ભાગે રહે છે. જો બન્નેને સાથે મરવાની ઇચ્છા હોય તો એક જ રૂમમાં જોવા મળે, પરંતુ હેમાબેન દરવાજા પાસના રૂમમાં તો બળદેવભાઇ થોડા દૂર આવેલા રૂમમાં લટકતી હાલતમાં મળતાં શંકા ઊપજાવી રહી છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- તમારો સંતુલિત તથા પોઝિટિવ વ્યવહાર તમને કોઇપણ શુભ-અશુભ સ્થિતિમાં યોગ્ય તાલમેલ જાળવી રાખવા માટે મદદ કરશે. સ્થાન પરિવર્તનને લગતી યોજનાઓને શરૂ કરવા માટે સમય અનુકૂળ છે. નેગેટિવઃ- આ સમયે તમારા ...

  વધુ વાંચો