તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

આત્મહત્યા:ધસમસતી ટ્રેન હેઠળ ઝંપલાવી પ્રેમી યુગલનો આપઘાત, હળવદના સુખપર નજીકની ઘટનાથી અરેરાટી

સુરેન્દ્રનગર3 મહિનો પહેલા
  • કૉપી લિંક
ધસમસતી ટ્રેન હેઠળ ઝંપલાવી પ્રેમી યુગલનો આપઘાત, હળવદના સુખપર નજીકની ઘટનાથી અરેરાટી - Divya Bhaskar
ધસમસતી ટ્રેન હેઠળ ઝંપલાવી પ્રેમી યુગલનો આપઘાત, હળવદના સુખપર નજીકની ઘટનાથી અરેરાટી
  • સરપંચ ભરતભાઈ ઠાકોર સહિત ગ્રામજનો ઘટના સ્થળે દોડી ગયા હતા

હળવદ નજીક આવેલા સુખપર ગામે સમાજ એક નહિ થવા દેના ડરથી પ્રેમી યુગલે ધસમસતી આવતી ટ્રેન હેઠળ ઝંપલાવી આપઘાત કરી લેતા નાના એવા ગામમાં અરેરાટી મચી જવા પામી છે.

બનાવની જાણવા મળતી વિગતો મુજબ હળવદ તાલુકાના સુખપર ગ્રામ પંચાયત હેઠળ આવતા દેવપુર ગામે રહેતા સહદેવ ભાઈ જસમતભાઈ અઘરા અને કાજલ બેન છગનભાઈ કોળી આજે દસ વાગ્યાની આસપાસ ગામની પાસે આવેલ ઘોધની ફાટક પાસે સમાજ એક નહીં થવા દેવા ના ડરે બંનેએ ટ્રેન નીચે પડતું મૂકી આપઘાત કરી લેતા નાના એવા ગામમાં અરેરાટી વ્યાપી ગઈ છે.

બનાવની જાણ થતાં સુખપર ગામ પંચાયતના સરપંચ ભરતભાઈ ઠાકોર સહિત ગ્રામજનો ઘટના સ્થળે દોડી ગયા હતા હાલ બંને મૃતકોની લાશને પીએમ માટે હળવદ સરકારી હોસ્પિટલે લઇ જવાની કાર્યવાહી કરવામાં આવી રહી હોવાનું જાણવા મળ્યું છે.

અન્ય સમાચારો પણ છે...