ખેડૂતોની ચિંતા વધી:લખતરમાં કપાસના ભાવમાં એકાએક ઘટાડો, ખેડૂતો નિરાશા સાથે રોષ વ્યક્ત કર્યો

સુરેન્દ્રનગર14 દિવસ પહેલા
  • કૉપી લિંક

સુરેન્દ્રનગર જિલ્લામાં અને તેના તાલુકા મથકોએ હાલ કપાસની સિઝન ચાલી રહી છે. ત્યારે સુરેન્દ્રનગર જિલ્લા અને તેના તાલુકા મથકે મોટાભાગના ખેડૂતો કપાસ વાવી અને રોકડી ઉપજ સામે આવે એ માટે કપાસ વાવતા હોય છે. ત્યારે છેલ્લા દિવાળી પછી શરૂ થયેલા કપાસના ભાવ 1800થી 1900 રૂપિયા સુધી ભાવ પહોંચી ગયો હતો. અને હાલમાં અત્યારે અચાનક જ લખતર ખાતે 1700થી 1750 જેટલો ભાવ થઈ જતા ખેડૂતોએ નારાજગી વ્યક્ત કરી હતી. અને જણાવ્યું હતું કે, જ્યારે હાલમાં ચૂંટણીનો સમય છે, ત્યારે ખેડૂતોને ખુશ કરવા માટે સરકાર દ્વારા કપાસના પૂરતા ભાવ આપવામાં આવે છે.

ત્યારે આમ જોવા જઈએ તો ગત સાલ કપાસના ભાવ 1500થી વધુ ગયા નહોતા. અને આ સાલ ચૂંટણી હોવાના કારણે સરકારે ખેડૂતોને રીઝવવા માટે રૂ. 1800થી 1900 સુધી ભાવ પહોંચાડ્યા છે. ત્યારે લખતર માર્કેટિંગ યાર્ડમાં કપાસના એકાએક ભાવ તૂટી પડતા ખેડૂતોમાં રોષની લાગણી છવાઈ જવા પામી છે. અને ખેડૂતોએ કપાસ વેચણી બંધ કરવાની ચીમકી સાથે પોતાના વાહનોમાં લાવેલા કપાસ પરત લઈ અને ચાલ્યા ગયા હોવાની ઘટના સામે આવી છે. ત્યારે ઝમરના કરણસિંહભાઈ જણાવતા હતા કે, હાલમાં કપાસની આવક પુર બહારમાં છે. ત્યારે ખેડૂતો પોતાને દાડીયા ખેતરમાં રાખી અને ખેડૂત કપાસની વિણાટ કરી અને જેમ બને તેમ જલ્દી કપાસનો નિકાલ થાય તેવા પ્રયાસો હાથ ધરી રહ્યા છે.

ત્યારે માર્કેટિંગ યાર્ડમાં કપાસની આવક વધુ થવાની પણ શરૂઆત થઈ ગઈ છે. ત્યારે એકાએક ભાવ ગગડી જતા ખેડૂતોએ સરકાર સામે રોષની લાગણી વ્યક્ત કરી છે. અને હાલમાં આજે કપાસ વેચાણ સસ્તા ભાવે ન કરવા અને લાવેલો કપાસ ઘરે પરત લઈ જવાની પણ તેમને ફરજ પડી છે.

અન્ય સમાચારો પણ છે...