મેઘરાજા મન મૂકીને વરસ્યા:સુરેન્દ્રનગરમાં વાતાવરણમાં અચાનક પલ્ટો, ભારે પવન સાથે વરસાદથી ગરમીથી ત્રસ્ત જનતાએ રાહત અનુભવી

સુરેન્દ્રનગર15 દિવસ પહેલા
સુરેન્દ્રનગરમાં વાતાવરણમાં અચાનક પલ્ટો, ભારે પવન સાથે વરસાદથી ગરમીથી ત્રસ્ત જનતાએ રાહત અનુભવી
  • વઢવાણ, જોરાવરનગર, મુળી, રાજસીતાપૂર, ધ્રાંગધ્રા અને માલવણ ગામોમાં વરસાદનું આગમન
  • સુરેન્દ્રનગર જિલ્લામાં સૌથી વધારે મૂળી તાલુકામાં વરસાદ વરસ્યો

સુરેન્દ્રનગર જિલ્લામાં પણ ભીમ અગિયારસનું મુહૂર્ત સાચવીને મેઘરાજા આજે શનિવારે મન મૂકીને વરસ્યા હતા. જેમાં સુરેન્દ્રનગરના વઢવાણ, જોરાવરનગર, મુળી, રાજસીતાપૂર, ધ્રાંગધ્રા અને માલવણ ગામોમાં ધીમી ધારે વરસાદનું આગમન થયું છે.

ભોગાવો નદીમાં પણ નવા નીરની આવક શરૂ

સુરેન્દ્રનગર જિલ્લામાં પણ ભીમ અગિયારસનું મૂહુર્ત સાચવીને આજે મેઘરાજા મન મૂકીને વરસ્યા હતા. જેમાં સુરેન્દ્રનગર જિલ્લામાં સૌથી વધારે મૂળી તાલુકામાં વરસાદ વરસ્યો હતો. જેમાં ઉપરવાસ વરસાદથી સૂકીભઠ્ઠ બની ગયેલી ભોગાવો નદીમાં પણ નવા નીરની આવક શરૂ થઈ છે.

ખેડૂતોએ વાવણીની પ્રક્રિયા હાથ ધરી

જેમાં સુરેન્દ્રનગરના વઢવાણ, જોરાવરનગર, મુળી, રાજસીતાપૂર, ધ્રાંગધ્રા અને માલવણ ગામો ના ધીમી ધારે વરસાદનું આગમન થયું છે. આ વરસાદથી ખેડૂતોએ પણ વાવણીની પ્રક્રિયા શરૂ કરી છે.

ગરમીથી ત્રસ્ત જનતાએ રાહત અનુભવી

આજે સાંજના સમયે સુરેન્દ્રનગર જિલ્લાના ગ્રામીણ વિસ્તારોમાં વાતાવરણમાં અચાનક પલ્ટો આવ્યા બાદ મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી થઇ હતી અને ભારે પવન સાથે વરસાદ શરૂ થયો હતો. જેમાથી અસહ્ય બફારા વચ્ચે સમગ્ર વાતાવરણમાં ઠંડક પ્રસરી જવા પામી હતી. અને ગરમીથી ત્રસ્ત બનેલી જિલ્લાની જનતાએ વરસાદ બાદ રાહતનો શ્વાસ અનુભવ્યો હતો.

અન્ય સમાચારો પણ છે...