સફળ ઓપરેશન:હળવદની પાર્થ હોસ્પિટલમાં મહિલાના પેટમાંથી અઢી કિલોની ગાંઠનું સફળ ઓપરેશન

હળવદ3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ડોક્ટર અંકિત પટેલની ટીમ દ્વારા દોઢ કલાકની જટિલ સર્જરી કરી મહિલાનું સફળ ઓપરેશન કરાયું

હળવદ શહેરમાં રહેતા એક મહિલાના પેટનો ભાગ લાંબા સમયથી મોટો થતો હોય પાર્થ હોસ્પિટલમાં બતાવતા પેટમાં મોટી ગાંઠ હોવાનું જણાતા તબીબો દ્વારા જટિલ સર્જરી કરી પેટમાંથી અઢી કિલોગ્રામ વજનની ગાંઠ દૂર કરવામાં આવી હતી.

સામાન્ય રીતે તાલુકા કક્ષાએ હોસ્પિટલોમાં સુવિધાના અભાવે જટિલ ઓપરેશનો કરવામાં આવતા નથી પરંતુ તબીબીક્ષેત્રે હળવદના તબીબોએ આધુનિક સુવિધાઓ વિકસાવતા જટિલ ઓપરેશનો પણ શક્ય બન્યા છે. આવા જ એક કિસ્સામાં હળવદ શહેરમાં રહેતા એક મહિલાના પેટનો ભાગ લાંબા સમયથી વધી રહ્યો હોય નિદાન માટે પાર્થ હોસ્પિટલ ખાતે આવ્યા હતા.

દરમિયાન પાર્થ હોસ્પિટલના તબીબ ડો. અંકિત પટેલ અને ડો.વર્ષાબેન દ્વારા આ મહિલાની સોનોગ્રાફી કરતા મહિલાના પેટમાં ગર્ભાશયમાં મોટી ગાંઠ હોવાનું નિદાન કર્યું હતું અને આ ચેલેન્જ વાળું ઓપરેશન કરવા નક્કી કરી દોઢ કલાકની સતત મહેનત બાદ મહિલાના પેટમાંથી અઢી કિલોગ્રામ વજનની ગાંઠ દૂર કરી ઓપરેશન સફળ બનાવ્યું હતું જેને પગલે મહિલાના પરિવારજનોએ તબીબોનો આભાર વ્યક્ત કર્યો હતો.

અન્ય સમાચારો પણ છે...