તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ઉમદા કામગીરી:પાટડીના અખીયાણા ગામે એસટી બસમાં મહિલાને દુ:ખાવો ઉપડતા 108માં રસ્તામાં જ સફળ પ્રસૂતી કરાવી

સુરેન્દ્રનગરએક મહિનો પહેલા
  • કૉપી લિંક
પાટડીના અખીયાણા ગામે એસટી બસમાં મહિલાને દુ:ખાવો ઉપડતા 108માં રસ્તામાં જ સફળ પ્રસૂતી કરાવી - Divya Bhaskar
પાટડીના અખીયાણા ગામે એસટી બસમાં મહિલાને દુ:ખાવો ઉપડતા 108માં રસ્તામાં જ સફળ પ્રસૂતી કરાવી
  • મહિલાને 8 મહિનાની પ્રેગનન્સી અને બાળક ઊંધું હતું

પાટડી તાલુકાના અખીયાણા ગામે એસટી બસમાં મહિલાને દુ:ખાવો ઉપડતા 108માં રસ્તામાં જ સફળ પ્રસૂતી કરાવી હતી. એક બાજુ મહિલાને 8 મહિનાની પ્રેગનન્સી અને બાળક ઊંધું હતું અને બીજી બાજુ દુખાવો અસહ્ય હતો તેમજ બાળકની ડિલિવરી થવાના માર્ગમાં માથાની જગ્યાએ બંને પગ આવી ગયા હતા. છતાં 108 એમ્બ્યુલન્સના સ્ટાફે સફળ અને નોર્મલ પ્રસૂતી કરાવી હતી.

તારીખ 22/08/2021ના રોજ રાત્રે દસ વાગ્યે અખીયાણા ગામે શિવ શક્તિ હોટેલ પર દાહોદ જતી એસ ટી બસમાં દાહોદની એક મહિલાને પ્રસુતિની પીડા ઉપડતાં ડ્રાઈવરે 108 પર કોલ કર્યો હતો. સુરેન્દ્રનગર જિલ્લાની માલવણ 108 એમ્બ્યુલન્સ ઇમરજન્સી ઘટના સ્થળ પર તાકીદે આવી પહોંચી હતી.

108ના સ્ટાફ ઈએમટી પ્રસેનજીત કૌશલ અને પાયલોટ ઘનશ્યામ આલ ફરજ પર હાજર હતા. આ મહિલાના રિપોર્ટ જોતા જાણવા મળ્યું કે 8 મહિનાની પ્રેગનન્સી અને બાળક ઊંધું હતું. દુખાવો અસહ્ય હતો તેમજ બાળકની ડિલિવરી થવાના માર્ગમાં માથાની જગ્યાએ બંને પગ આવી ગયા હતા.

આ પ્રકારની ડિલિવરી નોર્મલ થઈ શકે નહીં, પરંતુ 108ના ઈએમટી પ્રસેનજિત કૌશલે એમની આગવી સૂઝબુઝથી અને કુશળતાપૂર્વક સ્થળ પર જ સફળ નોર્મલ ડીલીવરી કરાવીને માતા અને બાળક બન્નેનો જીવ બચાવ્યો હતો.એસ ટી બસના ડ્રાઈવર, કંડકટર, પેસેન્જરો તેમજ હોટેલના માલિક અને સ્ટાફ દ્વારા 108 એમ્બ્યુલન્સ સેવાનો અને સ્ટાફનો આભાર વ્યક્ત કરીને અભિનંદન પાઠવ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...