તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

સફળ યોજના:ખારાઘોડામાં અંગ્રેજો દ્વારા રોગચાળો ડામવા સોશિયલ ડિસ્ટન્સિંગ યોજનાનો આઝાદી પહેલા અમલ કરી સફળતા મેળવેલી

સુરેન્દ્રનગર14 દિવસ પહેલાલેખક: મનીષ પારીક
 • કૉપી લિંક
આઝાદી પહેલા અંગ્રેજોએ ગામથી એક કિ.મી.દૂર વસાહત બનાવેલી જેને "રાંકા લાઇન" નામ આપવામાં આવેલુ - Divya Bhaskar
આઝાદી પહેલા અંગ્રેજોએ ગામથી એક કિ.મી.દૂર વસાહત બનાવેલી જેને "રાંકા લાઇન" નામ આપવામાં આવેલુ
 • આઝાદી પહેલા અંગ્રેજોએ ગામથી એક કિ.મી.દૂર વસાહત બનાવેલી જેને "રાંકા લાઇન" નામ આપવામાં આવેલુ

સુરેન્દ્રનગર જીલ્લાના રણકાંઠાના છેવાડે આવેલા ખારાઘોડામાં આઝાદી પહેલા સને 1872માં અંગ્રેજોએ મીઠું પકવવાની શરૂઆત કરી હતી. એ સમયે મીઠાના કામદારોમાં ટી.બી.ના રોગચાળાએ માઝા મૂકી હતી. આથી આ રોગ ખારાઘોડામાં અન્ય લોકોમાં ન ફેલાય તે માટે અંગ્રેજોએ સોશિયલ ડિસ્ટન્સિંગનો અમલ કરી ગામથી એક કિ.મી.દૂર એક આખી સાહત બનાવી હતી. જ્યાં ટીબીના દર્દીને રાખી સારવાર કરવામાં આવતી હતી. દર્દી સાજો થાય પછી જ તેને ગામમાં આવવાની પરવાનગી મળતી હતી. આજેય અંગ્રેજોએ ગામથી દૂર સ્ટેશન પાસે વસાવેલી વસાહત "રાંકા લાઇન"માં મીઠાના કામદારો વસવાટ કરે છે.

સુરેન્દ્રનગર જીલ્લાનું રણકાંઠાનું સૌથી છેવાડાનું ખારાઘોડા ગામ એ જૂનાગામ, નવાગામ અને સ્ટેશન એમ ત્રણ ગામોમાં વહેચાયેલુ છે. અંદાજે 12000ની વસ્તી ધરાવતા ખારાઘોડામાં મુખ્યત્વે મીઠામજૂરી કામ થકી પેટીયું રળતા મીઠા કામદારો અને રણમાં મીઠું પકવવાનું કામ કરતા અગરીયા પરીવારો વસવાટ કરે છે. ખારાઘોડામાં આઝાદી પહેલા સને 1872માં અંગ્રેજોએ મીઠું પકવવાની શરૂઆત કરી હતી. અંગ્રેજોએ સમયે મીઠા પર ટેક્સ વસુલ કરતા હતા. અને આ મીઠાના ટેક્સમાંથી એમના લશ્કરનો ત્રીજા ભાગનો ખર્ચ નીકળતો હતો. આથી તેઓ મીઠું પકવતા અગરિયાઓ અને મીઠા કામદારોની ખુબ કાળજી રાખતા હતા. તે સમયે પણ મીઠા કામદારોમાં ટીબીનાં રોગચાળાએ માઝા મૂકી હતી. અને આ ચેપી રોગનાં અનેક લોકો સપડાઇ જતા તે સમયે અંગ્રેજોએ કોઠાસૂઝથી સોશિયલ ડિસ્ટન્સિંગનો પ્રયોગ અમલમાં મૂક્યો હતો. આ ટીબીના રોગચાળાનું પ્રમાણ અન્ય કામદારોમાં ન ફેલાય તે માટે આવા ટીબીના દર્દીઓ માટે ગામથી એક કિ.મી. દૂર એક 'રાંકા લાઇન' નામની વસાહત ઉભી કરી હતી. અને ગામના ટીબીના દર્દીને આ રાંકાલાઇનમાં ગામથી દૂર મૂકી ડોક્ટરોની ટીમ દ્વારા સારવાર આપવામાં આવતી હતી. આ રાંકાલાઇનમાં સારવાર લેતો દર્દી સંપૂર્ણ સાજો થયા બાદ જ ગામમાં આવી શકતો હતો. જેથી આ ટીબીનો રોગ ખારાઘોડામાં વધતો અટકી ગયો હતો. હાલમાં અંગ્રેજોએ બનાવેલી રાંકાલાઇનમાં ગરીબ મીઠા કામદારો વસવાટ કરે છે.

રોગચાળો ડામવા ખારાઘોડામાં સોશિયલ ડિસ્ટન્સિંગનો પ્રયોગ આઝાદી પહેલા અંગ્રેજો દ્વારા અમલી હાલમાં કોરોનાના કહેરથી બચવા સરકાર દ્વારા સમગ્ર ભારતમાં લોક ડાઉનની સાથે સોશિયલ ડિસ્ટન્સિંગ પર ભાર મુકવામાં આવી રહ્યોં છે. ત્યારે મીઠા ઉદ્યોગ સાથે સંકળાયેલા ખારાઘોડામાં આઝાદી પહેલા અંગ્રેજોએ રોગચાળાને વધતો ડામવા સોશિયલ ડિસ્ટન્સિંગનો પ્રયોગ અમલી બનાવી પ્રચંડ સફળતા મેળવી હતી. એક માત્ર ખારાઘોડામાં હાલમાં 500થી વધુ યુવા વિધવાઓ અગરીયાઓના ઉત્થાન માટે કામ કરતા ખારાઘોડાના અંબુ પટેલ દ્વારા કરાયેલા સર્વેમાં એકમાત્ર ખારાઘોડામાં હાલમાં દારૂ અને ટીબીના અજગરી ભરડાથી 500થી વધુ યુવા વિધવા હોવાની અત્યંત ચોંકાવનારી હકીકતો સામે આવી હતી.

ખારાઘોડા સરપંચ વિરસીંગભાઇ દેગામા
ખારાઘોડા સરપંચ વિરસીંગભાઇ દેગામા

આ રાંકાલાઇન હાલમાં 52 કોટડીથી ઓળખાય છે : વિરસિંગ, સરપંચ, ખારાઘોડા ગ્રામ પંચાયત

ખારાઘોડામાં મુખ્યત્વે રણમાં મીઠું પકવતા અગરિયાઓ અને મીઠાની મજૂરી તરીકે પેટીયું રળતા મીઠાના કામદારો વસવાટ કરે છે. ખારાઘોડા સ્ટેશન ખાતે આવેલી અંગ્રેજોએ બનાવેલી 'રાંકા લાઇન'માં સામ સામેં કુલ 52 કોટડીઓ બનેલી હોવાથી હાલમાં આ રાંકાલાઇન 52 કોટડીથી ઓળખાય છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- કોઇ જગ્યાએ રોકાણ કરવા માટે સમય ઉત્તમ છે, પરંતુ કોઇ અનુભવી વ્યક્તિનું માર્ગદર્શન લો. ધાર્મિક તથા અધ્યાત્મિક ગતિવિધિઓમાં પણ તમારું વિશેષ યોગદાન રહેશે. કોઇ નજીકના સંબંધી દ્વારા શુભ સૂચના મળી શક...

  વધુ વાંચો