માંગણી:બાંગ્લાદેશમાં હિન્દુઓના નરસંહાર રોકવા સેના મોકલવા કેન્દ્રને રજૂઆત

સુરેન્દ્રનગરએક મહિનો પહેલા
  • કૉપી લિંક

સુરેન્દ્રનગર આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદના આગેવાનોએ કલેકટર કચેરીમાં લેખિત રજૂઆત કરી હતી.જેમાં બાંગ્લાદેશમાં હિન્દુઓના નરસંહાર થઇ રહ્યો છે અને મંદિરો અને હિન્દુ સ્થાપત્યો તોડાઇ રહ્યા હોવાનુ જણાવ્યુ હતુ.આથી ભારત સરકાર હિન્દુઓના રક્ષણ માટે બાંગ્લાદેશમાં સેનામોકલે તેવી માંગ કરી હતી. સુરેન્દ્રનગર આંતરરાષ્ટ્રય હિન્દુ પરીષદના વસંતભાઇ પટેલ, કનુભાઇ દવે, જગદીશભાઇ વડોદરીયા સહિત આગેવાનોએ કલેક્ટર કચેરીમાં પ્રધાનમંત્રી મોદીને સંબોધી લેખિત રજૂઆત કરી હતી.જેમાં જણાવ્યા મુંજબ ભારતના બટવારા બાદ પાકિસ્તાન અને બાંગ્લાદેશમાં 30 ટકા જેટલા હિન્દુઓ હતા.

આ દેશમાં જેહાદીઓએ તેમના પર અત્યાચાર કરતા સતત સંખ્યા ઘટતા બાંગ્લાદેશમાં 7 ટકા હિન્દુ બચ્યા છે.જેમાં દોઢ કરોડ જેટલા હિન્દુ ભારતમાં શરણાર્થી બની રહયા છે. 1971માં ભારતે બાંગ્લાદેશીઓની મદદકરી પાકિસ્તાનના અત્યાચારથી મુક્ત કરાવ્યા પરંતુ એબાંગ્લાદેશમાં આજે પણ હિન્દુ સુરક્ષીત નથી ત્યાં જેહાદીઓ હિન્દુઓનો કત્લેઆમ કરી મંદિરો તોડી રહ્યા છે.જ્યારે હિન્દુઓની સંપતી અને મંદિરોની લુંટ ચલાવી હિન્દુઓ પર અમાનુષી અત્યાચારો થઇ રહ્યા છે.પાકિસ્તાનમાં પણ આમ થઇ રહ્યુ છે.

પાકિસ્તાન અને ભારતા તાત્કાલીન પ્રધાનમંત્રીઓ વચ્ચે બટવારાબાદ પાકિસ્તાનમાં અલ્પસંખ્યકોના રક્ષણ સુરક્ષા આપવાનો સમજોતા થયા હતા. પરંતુ ત્યાંપણ સતત અલ્પસંખ્યક હિન્દુઓ પર અત્યાચાર વધી રહ્યા છે.આથી હાલ બાંગ્લાદેશ સરકાર હિન્દુઓના રક્ષણમાં વિફળ રહી હોવાથી ભારત સરકાર ત્યાંના હિન્દુઓના રક્ષણ માટે ભારતીય સેના મોકલે તેવી માંગ કરવામાં આવી હતી.

અન્ય સમાચારો પણ છે...