માગણી:સુરેન્દ્રનગર આર્ટ્સ કોલેજ પાસેના દબાણોને દૂર કરવા રજૂઆત કરાઇ, જિલ્લા પોલીસ વડા અને ચીફ ઓફિસરને આવેદનપત્ર

સુરેન્દ્રનગરએક વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • કોલેજ શરૂ થાય પહેલાં યોગ્ય કરવા માંગ કરવામાં આવી

સુરેન્દ્રનગર એમ.પી.શાહ આર્ટસ કોલેજમાં વિવિધ અભ્યાસક્રમોમાં અંદાજે 3 હજારથી વધુ વિધાર્થીઓ અભ્યાસ કરે છે પરંતુ હાલ કોરોના મહામારીના કારણે કોલેજ બંધ છે ત્યારે કોલેજની બહાર ચાની કીટલી, પાનની કેબીનો તેમજ છુટક અલગ અલગ વસ્તુઓ વેચતા વેપારીઓ દ્વારા દબાણ કરવામા આવ્યું હોવાની રાવ સાથે એલ્યુમની એસોસિએશના હાર્દિકભાઇ દવે, અનિલભાઇ મકવાણા, હાર્દિકભાઇ ટમાલીયા, બ્રિજરાજસિંહ રાણા મતિનભાઇ કુરેશી સહીતનાઓ દ્વારા કોલેજ બહારના દબાણો દુર કરવા જિલ્લા પોલીસ વડા અને ચીફ ઓફીસરને લેખીત રજૂઆત કરી હતી. જેમાં જણાવ્યું હતું કે કોલેજની પાસે દબાણોનો રાફડો ફાટ્યો છે જેના કારણે ટ્રાફિકની સમસ્યા પણ વકરી રહી છે તેમજ જ્યારે કોલેજ શરૂ થાય ત્યારે બહેન દિકરીઓને કનડગત થવાની પણ ફરીયાદો ઉઠતી હોય છે. જેના કારણે કોલેજની પ્રતિષ્ઠા ખરડાય છે અને વિધાર્થીઓ ગેરમાર્ગે દોરાય છે આથી આ દબાણો તાત્કાલીક દુર કરવામાં આવે તેવી માંગ છે.

અન્ય સમાચારો પણ છે...