તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

આવેદન:શહીદને સહાય, અનામતના લાભ સહિત 14 માગણીને લઇ રજૂઆત

સુરેન્દ્રનગર24 દિવસ પહેલા
 • કૉપી લિંક
 • સુરેન્દ્રનગર પૂર્વ સૈનિકોએ આવેદન પાઠવ્યું

માજી સૈનિકો, વિરનારી તેમજ સૈનિકોના બાળકોને લગતા વિવિધ 14 માંગણીઓનું નિરાકરણ લાવવા સુરેન્દ્રનગર માજી સૈનિક સેવા ફાઉન્ડેશનના સભ્યો દ્વારા કલેક્ટર કચેરીમાં આવેદન અપાયું હતું. જેમાં ખાસ કરીને શહિદને 1 કરોડની આર્થિક સહાય, સરકારી નોકરીમાં સૈનિકોને અનામતનો ચુસ્ત અમલ, રાજ્ય લેવલનું શહિદ સ્મારક બનાવવા સહિતના 1 વર્ષથી પેન્ડિંગ મુદ્દાઓ નિકાલ લાવવા માંગ કરી હતી.

સુરેન્દ્રનગર માજી સૈનિક સેવા ફાઉન્ડેશન દ્વારા તેમની 14 માંગણીઓને લઇને અગાઉ જાન્યુઆરી 2020માં રજૂઆત કરી હતી તેનો આજ દિવસ સુધી ઉકેલ ન આવતા સંગઠનના વિપુલભાઇ દવે, મંગળસિંહ ઝાલા, સહદેવસિંહ ગોહીલ, નિતીનભાઇ ગોલાણી સહીતનાઓ દ્વારા કલેક્ટર કચેરીમાં આવેદન પાઠવી અગાઉ રજૂઆત કરી તેનો હકારાત્મક નિર્ણય કરવામાં આવે માંગણી કરવામાં આવી હતી.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- કોઈ ખાસ કામ પૂરું કરવામાં આજે તમારી મહેનત સફળ રહેશે. સમયમાં સકારાત્મક પરિવર્તન આવી રહ્યું છે. ઘર અને સમાજમાં તમારા યોગદાન અને કાર્યની પણ પ્રશંસા થશે. નેગેટિવઃ- નજીકના કોઈ સંબંધીના કારણે પ...

  વધુ વાંચો