તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

માંગ:સુરેન્દ્રનગર સિટી મામલતદાર કચેરીએ પાણી, બેઠકની સુવિધાનો અભાવ

સુરેન્દ્રનગર3 મહિનો પહેલા
  • કૉપી લિંક
સુરેન્દ્રનગર સિટી મામલતદાર કચેરીએ બેસવાની અને પાણીની સુવિધાને અભાવે પરેશાની. - Divya Bhaskar
સુરેન્દ્રનગર સિટી મામલતદાર કચેરીએ બેસવાની અને પાણીની સુવિધાને અભાવે પરેશાની.
  • કલેક્ટર કચેરીમાં દરેક કચેરીના દિશાનિર્દેશ બોર્ડ મૂકવા માંગ

સુરેન્દ્રનગર સિટી મામલતદાર કચેરીએ આવતા અરજદારોને બેસવા માટે બાકડા અને પીવાના પાણીની સુવિધાનો અભાવ છે. આથી અહીં આવતા શહેર અને ગ્રામ્યવિસ્તાર લોકોને હાલાકી ધ્યાને લઇ સગગડ કરી આપવામાંગ ઉઠી છે.સુરેન્દ્રનગર જિલ્લા કલેક્ટર કચેરી પાછળ લોકોને વઢવાણ ધક્કો ન થાય માટે સિટી મામલતદાર કચેરી શરૂ કરવામાં આવી છે. અહીં શહેર તથા ગ્રામ્ય વિસ્તારના અરજદારો આવકના દાખલાઓ, ક્રિમિનિલિયર સર્ટિ. કાઢવવા સહિતની કામગીરી માટે બે બારીની વ્યવસ્થા કરાઇ છે.

પરંતુ અહીં બેસવા અને પાણીની સુવિધાના અભાવે લોકોને પરેશાની થાય છે. આ અંગે એન.એમ. ચૌહાણ, સુમિતભાઇ ઉમરાણીયાએ સમસ્યા અંગે કલેક્ટર, માર્ગ અને મકાન વિભાગ કાર્યપાલક ઇજનેર, મામલતદારને રજૂઆત કરાઇ છે. જેમાં સિટી મામલતદાર કચેરીએ આવતા સિનિયર સિટિઝન અને લોકોને ઊભા રહેવું પડતું હોવાથી બેઠકની તથા પંખાની વ્યવસ્થા અને હાલ ગરમીમાં પાણીની જરૂર વધારે હોવાથી કાયમી પીવાના પાણીની વ્યવસ્થા કરવા માગ કરી છે.

જ્યારે અહીં પાર્કિંગની યોગ્ય વ્યવસ્થા ન હોવાથી વાહન પાર્કિંગ માટે શેડ વાળા પાર્કિંગની સુવિધા માટે યોગ્ય કાર્યવાહી કરી પ્રશ્નનું નિરાકરણ લાવવા માગ કરી છે. જ્યારે કલેક્ટર કચેરીમાં આવેલી દરેક સરકારી કચેરીના દિશા નિર્દેશ બોર્ડ મુકવા માગ કરાઇ હતી.

અન્ય સમાચારો પણ છે...