તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

શિક્ષણ:બાળકો જાતે શબ્દો લખતા તે માટે છાત્રોટના શિક્ષકનો નવતર પ્રયોગ

સુરેન્દ્રનગર3 મહિનો પહેલા
  • કૉપી લિંક
પાટડીના છત્રોટની પ્રાથમિક  શાળાના શિક્ષકે શબ્દ ભંડોળ રમતના કાગળો બનાવી વિતરણ કર્યાં. - Divya Bhaskar
પાટડીના છત્રોટની પ્રાથમિક  શાળાના શિક્ષકે શબ્દ ભંડોળ રમતના કાગળો બનાવી વિતરણ કર્યાં.
  • શબ્દ રમત થકી શબ્દો શીખવા 50 શબ્દની રમત બતાવી કાગળો ઘેર ઘેર આપ્યા

પાટડી તાલુકાના છત્રોટ શાળાના શિક્ષકે ઓનલાઇન શિક્ષણ સાથે બાળકોના શબ્દ કોસમાં વધારો થાય માટે શબ્દની રમતથી 50 શબ્દની રમત બનાવી હતી. જે કાગળો ઘેરઘેર ફરી વિદ્યાર્થીઓને આપ્યા. જેમાંથી બાળક જાતે શબ્દો શોધે અને લખે તો તેમના ગુજરાતી શબ્દ ભંડોઇમાં વધારો થાય.

પાટડી તાલુકાના છત્રોટ ગામની પ્રાથમિક શાળાના શિક્ષક કનુજી ઠાકોર અને કનકસિંહ શિક્ષકે બાળકોને ઓનલાઇન અભ્યાસ સાથે ગુજરાતી ભાષાનું જ્ઞાન પણ મળે અને રમત રમતમાં બાળકોને શિક્ષણ મળે માટે શબ્દ રમતથી શબ્દો શીખવા નામનો નવતર પ્રયોગ હાથ ધર્યો હતો. જેમાં 50 શબ્દની રમતના કાગળો બનાવી તેમણે શાળાના ધો.6,7,8ના બાળકોને ઘેર જઇ જઇને આપ્ય હતા. આ અંગે શિક્ષકે જણાવ્યું કે ઓનલાઇન શિક્ષણમાં બાળકોને નવું ભણવા મળે માટે આ આયોજન કરાયું હતું. આ પ્રકારના ભણતરથી બાળક રમત રમતું હોય તેમ રમવાની મજા સાથે ગુજરાતી ભાષાના શબ્દો જતે લખવા અને ગોતવાની સમજ પણ બળે આમ રમતરમતમાં તેના શબ્દ ભંડોળમાં પણ વિકાસ થાય તે આશયથી આ પ્રયોગ હાથ ધરાયો છે.અગાઉ સ્પેલિગ કાર્ડની સફળતા બાદ નવતર પ્રયોગ હાથ ધર્યો છે.

શું છે શબ્દ રમત અને કઇ રીતે રમાય છે
બાળકોને આનંદ અને ગમ્મત પડે તેવા શીર્ષક સાથેના શબ્દો શિક્ષકે જાતે બનાવી આ રમતમાં ગોઠવ્યા હતા. જે બાળકોને લખવા અને ગોતવા આપ્યા હતા.જેમાં મુખ્ય શબ્દના છેલ્લા બે અક્ષરને અનુરૂપ બીજા શબ્દો બાળકે લખવાના હોય છે.દા ત. ચાલો “તર”મા તરીએ તેમાં શબ્દ આવે ભણતર, ચણતર ચાલો “રણ”ની રેલગાડી તો તેની પાછળ ધોરણ, તોરણ સહિત શબ્દ આવે ચાલો “પણ”ની પંચાત તો તેના શબ્દ છે ઘડપણ, લેપણ એવી જ રીતે “ધાર”ની ધીરજ,”જણ”ની જંજાળ “કાર”ની મોટર કાર , “દાર”ની દાદાગીરી,‘‘વાન”ની વાત એમ 50 શબ્દોની રમત તૈયાર કરી આપી હતી.

અન્ય સમાચારો પણ છે...