દુર્ઘટના:ડમ્પર ચાલકે ટક્કર મારતાં વિદ્યાર્થિનીનું મોત

સુરેન્દ્રનગર2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • શહેરમાં રાત્રે ડમ્પર ચલાવવા પર પ્રતિબંધ છે

સુરેન્દ્રનગર શહેરમાં રાત્રીના સમયે ડંપર ચલાવવા ઉપર પ્રતિબંધ છે છતાં નિયમોની ઐસી તૈસી કરીને ચાલકો ઓવર લોડ ભરીને પૂરપાટ ડંપરો ચલાવતા હોય છે. અત્યાર સુધીમાં આવા ડંપરો અનેક લોકોનો ભોગ લઇ ચૂકયા છે ત્યારે બુધવારની રાતે ઓવરબ્રિજ ઉપર ડંપરે વધુ એક આશાસ્પદ વિદ્યાર્થિનીનો ભોગ લીધો હતો.

ઓવરબ્રિજ પાસે આવેલા ઘર હો તો ઐસાના પરિવાર ફલેટમાં વિશાલ જયસુખભાઇ ગાંધીનો પરિવાર રહે છે. તેમની 16 વર્ષની દિકરી દિયા સાઈલક લઇને દરરોજ ટ્યૂશનમાં જતી હતી. બુધવારે સાંજે સમયસર સાઈકલ લઇને ટ્યૂશનમાં ગઇ હતી. જે રાત્રીના સમયે પરત ફરતી હતી ત્યારે ઓવરબ્રિજ પરથી પસાર થતી હતી.

તે સમયે પૂરપાટ દોડી આવતા ડંપરના ચાલકે સ્ટિયરિંગ પરનો કાબૂ ગુમાવ્યો હતો. આથી પોતાની સાઇડમાં ધીરે ધીરે જતી દિયાની સાઈકલને ટક્કર મારી હતી. જેમાં દિયા ફંગોળાઇને પડી ગઇ હતી. ડંપરના આગલા ટાયરમાં સાઈકલ કચડાઇ ગઇ હતી. જ્યારે પડી જવાથી ડંપરનું પાછળનું ટાયર દિયાના માથા ઉપરથી ફરી વળ્યું હતું.

આથી આશાસ્પદ વિદ્યાર્થિની દિયાનું ઘટના સ્થળે જ કમકમાટીભર્યું મોત થયું હતું. અકસ્માત સર્જનાર ડંપર ચાલક નાશી છૂટયો હતો. દિકરીનું અકાળે અવસાન થતા દોશી પરિવાર પર આભ ફાટ્યું હતું. નાશી છૂટેલા ડંપર ચાલક વિરુદ્ધ બી ડિવિઝન પોલીસ મથકે ગુનો દાખલ કરવામાં આવ્યો હતો.

અન્ય સમાચારો પણ છે...