તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

અપીલ:ડિસ્કો તેલના વેચાણથી લોકોના આરોગ્ય સાથે થતાં ચેડાં બંધ કરાવો : આપ

સુરેન્દ્રનગર19 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • મહેતા માર્કેટમાં વેપારીઓને પાપના ભાગીદાર ન બનવા અપીલ

સુરેન્દ્રનગર શહેર તથા જિલ્લામાં ચાલતા ડિસ્કો તેલના કારોબાર સામે કાર્યવાહી માટે અભયાન હાથ ધર્યું છે. જેમાં આપ આગેાવનો અને કાર્યકરોએ જિલ્લાની સૌથી મોટી માર્કેટ મહેતા માર્કેટમાં અભિયાન હાથ ધર્યું હતું. જેમાં લોકોના આરોગ્ય સાથે ચેડા બંધ કરાવવાના સુત્રોચ્ચાર સાથે ફરી વેપારીઓને ગુલાબના ફૂલ આપી પાપના ભાગીદાર ન થવા અપીલ કરી હતી. જિલ્લામાં તેલિયા રાજાઓના ડિસ્કોતેલના કાળાં કારોબાર ચાલતો હોવાથી લોકોના આરોગ્ય સાથે ચેડાથઇ રહ્યા હોવાની રજઆત આમ આદમી પાર્ટીએ જિલ્લા કલેક્ટર કચેરી અને ફૂડ એન્ડ ડ્રગકચેરીમાં લેખિત આવેદન પાઠવ્યું હતું.

આ અંગે વધુ જાગૃતતા આવે અને લોકોના આરોગ્યના સાથે ચેડાં અટકે માટે શનિવારે અભિયાન હાથ ધર્યું હતું. જિલ્લાની સૌથી મોટી અનાજ માર્કેટમાં લોકોના આરોગ્ય સાથે ચેડાં બંધ કરાવોના બેનરો, સૂત્રોચ્ચાર સાથે આપના હિતેષભાઇ બજરંગ, કમલેશભાઇ કોટેચા, રંજનબેન પટેલ, ધર્મેન્દ્રભાઇ હાલાણી, મહાવિરસિંહ પરમાર સહિત આપ કાર્યકરો ફર્યા હતા. તેલના વેપારીઓને પુષ્પગુચ્છ આપીને વિનંતી કરાઈ કે ડિસ્કોતેલનું વેચાણ કરી પાપના ભાગીદાર ના બનવા અપીલ કરી હતી. આથી વેપારીઓએ તેમને આવકારી સમર્થન આપ્યું હતું.

આપના આગેવાનોએ જણાવ્યું કે આપ પાર્ટીએ કલેક્ટર કચેરી અને ફૂડ એન્ડ ડ્રગ વિભાગને લેખિત રજૂઆત કરી હતી. જેમાં એકલ દોકલ સામે કાર્યવાહી કરી સેમ્પલો લીધા પણ હજુ સુધી તેનો રિપોર્ટ આવ્યો નથી અને કોઇ નક્કર કાર્યવાહી થઇ નથી. લોકોના આરોગ્ય સાથે ચેડા કરતા તેલ માફિયાઓ સામે તંત્ર કાર્યવાહી કરે તેવી અમારી માંગ છે. જો યોગ્ય કાર્યવાહી નહીં કરાય તો સુરેન્દ્રનગર ફૂડ એન્ડ ડ્રગ વિભાગની તાળાબંધી કરવાની ચીમકી આપી હતી.

અન્ય સમાચારો પણ છે...