તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

રજૂઆત:ચૂંટણીઓમાં બિનજરૂરી સોગંદનામા લેવાનું બંધ કરો

સુરેન્દ્રનગર25 દિવસ પહેલા
 • કૉપી લિંક
 • સામાન્ય લોકો ઊભા ન રહી શકે તેવો ઘાટ
 • બહુજન પાર્ટી દ્વારા કલેક્ટરને રજૂઆત

સ્થાનિક સ્વરાજયની ચૂંટણીઓમાં ફોર્મ ભરતા સમયે બિનજરૂરી સોગંદનામા માંગવામાં આવી રહ્યા છે. ત્યારે બહુજન સમાજ પાર્ટીના કાર્યકરોએ રજૂઆત કરી આવી પ્રક્રિયાથી સામાન્ય લોકો ચૂંટણી ન લડી શકી તેવો ઘાટ સર્જાયો હોવાનુ જણાવ્યુ હતુ. સુરેન્દ્રનગર જિલ્લાની સ્થાનિક સ્વરાજયની ચૂંટણીઓમાં આગામી દિવસોમાં ફોર્મ ભરવાની શરૂઆત થનાર છે. ત્યારે ફોર્મ ભરતા સમયે ઉમેદવારોને મિલકતો ન હોય તો નો ડયુ, શૌચાલયનો દાખલો, પોલીસ રીપોર્ટ સહિતનાઓનો આગ્રહ રાખવામાં આવે છે. આ કાર્યવાહીને લીધે સામાન્ય લોકો ચૂંટણી ન લડી શકે અને માત્ર આર્થિક સધ્ધર લોકો જ ચૂંટણી લડી શકે તેવો ઘાટ સર્જાયો છે.

આવા સોગંદનામા પાછળ સામાન્ય વર્ગના ઉમેદવારોને ખર્ચો કરવો પડતો હોય છે. આથી બહુજન સમાજ પાર્ટીના શૈલેશભાઇ સોલંકી, હર્ષદભાઇ પરમાર, પી.ડી.ડોરીયા, વિનોદભાઇ મકવાણાએ આ અંગે શનીવારે કલેકટર કચેરીમાં લેખીત રજૂઆત કરી બિનજરૂરી સોગંદનામા લેવાની પ્રક્રિયા બંધ કરવા માંગ કરી હતી.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે સમય થોડો મિશ્રિત પ્રભાવ લાવી રહ્યો છે. છેલ્લાં થોડા સમયથી નજીકના સંબંધો વચ્ચે ચાલી રહેલાં મનમુટાવ દૂર થશે. તમારી મહેનત તથા કોશિશનું સાર્થક પરિણામ સામે આવી શકે છે. કોઇ ધાર્મિક સ્થળે જવાથી...

  વધુ વાંચો