આવેદન:હિન્દુ ધાર્મિક સ્થળો આસપાસ નોનવેજની લારી બંધ કરાવો

સુરેન્દ્રનગર21 દિવસ પહેલા
  • કૉપી લિંક
સુરેન્દ્રનગર આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદના આગેવાનોએ જિલ્લા કલેક્ટર કચેરીમાં લેખિત આવેદન પાઠવ્યું હતું. - Divya Bhaskar
સુરેન્દ્રનગર આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદના આગેવાનોએ જિલ્લા કલેક્ટર કચેરીમાં લેખિત આવેદન પાઠવ્યું હતું.
  • આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદનું કલેક્ટર કચેરીએ આવેદન

સુરેન્દ્રનગર આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદના વસંતભાઇ પટેલ, કનુભાઇ દવે, જગદીશભાઇ વડોદરીયા સહિત આગેવાનોએ કલેકટર કચેરીમાં આવેદન પાઠવ્યું હતું. જેમાં જણાવ્યા મુજબ સુરેન્દ્રનગર શહેરના ચારેય દિશામાં એન્ટ્રીના જાહેર રસ્તા પર ધાર્મિક સંસ્થાઅને શૈક્ષણિક સંસ્થાઓ પાસે ઇંડા, માંસ, મચ્છી મટનની લારીઓ અને દુકાનોમાં જાહેરમાં વેચાણ કરાઇ રહ્યું છે. જ્યારે શહેરના મુખ્યમાર્ગો પર પણ નોનવેજની લારીઓ હોય છે. આમ કરી હિન્દુ ધર્મના લોકોની લાગણી દુભાય છે.

આથી રાજકોટ, ભાવગનર, વડોદરાના કલેક્ટરે જિલ્લાના જાહેર અને મુખ્ય માર્ગો પરથી આવી લારીઓ હટાવવા હુકમ કરી એક ઝોનમાં જ આવી લારીને પરમિશન આપી છે. આથી આપ સુરેન્દ્રનગર જિલ્લાના મુખ્યમાર્ગો, મંદિરો, શૈક્ષણિકસંસ્થાઓ સહિત સ્થળોએ આવીનોનવેજની લારી ગલ્લા બંધ કરાવવા તથા જિલ્લામાં ગેરકાયદે ચાલતા કતલખાના બંધ કરાવવા માગ કરી હતી. આ ઉપરાંત શહેરના મુખ્યમાર્ગમાંના એક સ્વ.વિપીનભાઇ ટોલિયા રીવરફ્રન્ટ પર ગેરકાયદેસર દબાણ કરાયા છે. આ ઉપરાંત ટીબી હોસ્પિટલ પાસે દૂધરેજ રોડ, વઢવાણરોડ સહિતના રસ્તાની આસપાસ ગેરકાયદે દબાણો કરાયા છે તે દૂર કરાવવા માગ કરાઇ હતી.

અન્ય સમાચારો પણ છે...