તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

આવેદન:વઢવાણમાં રહેણાકમાં મોબાઇલ ટાવર નાખવાના કામને અટકાવો

સુરેન્દ્રનગર20 દિવસ પહેલા
  • કૉપી લિંક
વઢવાણમાં મોબાઇલ કંપનીના ટાવરના કામને અટકાવવા અંગે રહીશોએ આવેદન પાઠવ્યું હતું. - Divya Bhaskar
વઢવાણમાં મોબાઇલ કંપનીના ટાવરના કામને અટકાવવા અંગે રહીશોએ આવેદન પાઠવ્યું હતું.

વઢવાણના નવા દરવાજા બહાર વાડી પ્લોટમાં રહેણાંક વિસ્તારમાં મોબાઇલ ટાવર ઊભો કરવાની કામગીરી થતી હોવાથી રહીશોએ કલેક્ટર કચેરી, મામલતદાર કચેરી તથા પાલિકામાં લેખિત રજૂઆત કરી આ ટાવરની કામગીરી તાત્કાલિક અટકાવવા માંગ કરી હતી.

વઢવાણના નવા દરવાજા બહાર વાડીવાળા પ્લોટ વણકરવાસના રહીશો અશોકકુમાર યાદવ, કુબેરભાઇ જાદવ, પરમાર ગીરીશભાઇ સહિતનાઓએ કલેક્ટર કચેરી, મામલતદાર કચેરી વઢવાણ, સંયુક્ત પાલિકા ચીફ ઓફિસરને લેખિત રજૂઆત કરી જણાવ્યું, વાડી પ્લોટ વણકરવાસ વઢવાણના સરનામે અમારા બાપદાદાના નામની માલિકીની પિતૃક સંપત્તિની સંયુક્ત માલિકીની જમીન પર બનાવેલા મકાનમાં આમારો પરિવાર રહે છે. અમારા મકાન સહિત આસપાસ અમારા પિતરાઇ ભાઇ મકાન છે. જે અમારા પિતૃક સંપત્તિની જમીન પર બનાવેલ છે. અમારા પિતરાઇ ભાઇ ત્રિભોવન યાદવનું મકાન અમારા મકાનને અડી છે. તેઓ હાલ તેમાં રહેતા નથી અને ગણપતિ ફાટસર વિસ્તારમાં રહે છે. અમારી સહીયારી મિલકતની જમીન પર બનેલ મકાનના ધાબા પર હાલ ખાનગી કંપનીનો મોબાઇલ ટાવર બનાવાઇ રહ્યો છે. જે માનવજીવનને હાનિકારક છે. તેના રેડિયો કિરણોથી વિસ્તારના લોકોના સ્વાસ્થયને નુકસાન થવાનો ભય હોવાથી ટાવર ઊભો કરાવવાનું કામ તાત્કાલિક અટકાવવા માંગ કરી હતી. જો તેમ નહીં કરાય તો આત્મ વિલોપનની ચીમકી આપી હતી.

અન્ય સમાચારો પણ છે...