ધાર્મિક પ્રસંગ જૂથ અથડામણમાં ફેરવાયો:પાટડી તાલુકાના ભડેણા રાજપર ગામમાં એક જ જ્ઞાતિના બે જૂથ વચ્ચે પથ્થરમારો, 15થી વધુ લોકો ઇજાગ્રસ્ત

સુરેન્દ્રનગર10 દિવસ પહેલા
પાટડી તાલુકાના ભડેણા રાજપર ગામમાં એક જ જ્ઞાતિના બે જૂથ વચ્ચે પથ્થરમારો, 15થી વધુ લોકો ઇજાગ્રસ્ત
  • છ મહિલા સહિત અંદાજે 15થી વધુ લોકોને ઇજાઓ, વિરમગામ હોસ્પિટલમાં ખસેડાયા
  • અગાઉના ઝઘડાનું મનદુ:ખ રાખી અને જોરદાર પથ્થરમારો કરવામાં આવ્યો
  • ધાર્મિક કાર્યક્રમ દરમિયાન કોઇ સામાન્ય બોલાચાલી બાદ હિંસક અથડામણ થઇ હોવાની ચર્ચા

સુરેન્દ્રનગર જિલ્લાના પાટડી તાલુકાના ભડેણા રાજપર ગામમાં એક જ જ્ઞાતિના બે જૂથો વચ્ચે હિંસક જૂથ અથડામણ થઇ હતી. જેમાં સામસામે પથ્થરમારો કરવામાં આવ્યો હતો. જેમાં અંદાજિત 15 લોકોને ગંભીર ઈજાઓ પહોંચતા સારવાર માટે હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા. અત્રે ઉલ્લેખનીય છે કે, અગાઉના ઝગડાનું મનદુ:ખ રાખી અને સામાન્ય બાબતે બોલાચાલી બાદ સામસામે બે જૂથો વચ્ચે પથ્થરમારો કરવામાં આવ્યો હતો. અને તે પથ્થરમારાના કારણે માથાના ભાગે, પગમાં તથા હાથના ભાગે 15 લોકોને ગંભીર ઈજાઓ પહોંચતા વિરમગામ સરકારી હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા.

આ મામલે બજાણા પોલીસને જાણ થતા ઘટના સ્થળે પોલીસ દોડી ગઈ હતી. બજાણા પીએસઆઇ એન.એ.ડાભી સહિતના સ્ટાફે ઘટના સ્થળે દોડી જઇ અને આ મામલે તપાસ કામગીરી હાથ ધરી હતી. ત્યારે અગાઉ સામાન્ય બોલાચાલી અને નાની એવી બાબતનું મનદુ:ખ રાખી અને ધાર્મિક કાર્યક્રમમાં કે જ્યાં ગણેશ પધરામણી અને અન્ય માઈકમાં આરતી કરવામાં આવી રહી હતી. તે સમયે કોઈ એનાઉન્સમેન્ટ દરમિયાન બે જૂથો સામસામે આવી ગયા હતા. તેમજ સામસામે પથ્થરથી હુમલો કરવામાં આવતા 15 લોકોને ગંભીર ઈજાઓ થવા પામી હતી. આ ઘટનામાં ઇજાગ્રસ્ત થયેલા તમામને સારવાર માટે વિરમગામની સરકારી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા.

રાજપર ગામમાં ચૂસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવાયોસુરેન્દ્રનગર જિલ્લાના રાજપર ગામે જૂથ અથડામણનો બનાવ સામે આવ્યો છે. જેને લઇને પોલીસ સતર્ક બની છે. તેમજ કોઈપણ પ્રકારની મોટી જાનહાનિ અથવા ઝઘડો ન થાય તે માટે ચૂસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવ્યો છે. પીએસઆઇ સહિતનો સ્ટાફ સાથે ઘટનાસ્થળે દોડી ગયો છે. ધાર્મિક કાર્યક્રમમાં ઝઘડાનું મનદુખ રાખી સામસામે પથ્થરમારો કરવામાં આવ્યો હતો. જેમાં 15 લોકોને ઈજાઓ પહોંચી હતી. આ મામલે પણ ગુનો દાખલ કરવાની તજવીજ હાથ ધરવામાં આવી છે.

પોલીસ તાત્કાલિક ઘટના સ્થળે દોડી ગઇસુરેન્દ્રનગર જિલ્લામાં કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ એક તરફ કથળતી રહી છે. તેવા સંજોગોમાં સુરેન્દ્રનગર જિલ્લાના પાટડીના રાજપર ગામે જૂથ અથડામણનો બનાવ સામે આવ્યો છે. બે જૂથો વચ્ચે મારામારીમાં પથ્થરમારો કરવામાં આવ્યો છે. જેમાં મુખ્ય સાત વ્યક્તિઓને માથાના અને પગના ભાગે ગંભીર ઈજાઓ પહોંચી છે. અન્ય નાની મોટી ઈજાઓ પહોંચતા તમામને સારવાર માટે વિરમગામ સરકારી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા છે. ધાર્મિક કાર્યક્રમમાં આ બનાવ બન્યા બાદ તાત્કાલિક પોલીસ મથકના પી.એસ.આઇ ડાભી સહિતનો સ્ટાફ ઘટના સ્થળે દોડી ગયો હતો અને મામલો શાંત પાડી અને ઈજાગ્રસ્તોને પોલીસે જ 108 મારફતે સારવાર માટે ખસેડવામાં આવ્યા છે. ત્યારે પોલીસે ઝઘડો શાંત પાડી ઈજાગ્રસ્તોને સારવાર અપાવી અને હાલમાં ગુનો દાખલ કરવાની તજવીજ હાથ ધરી છે.

છ મહિલા, 3 બાળકો અને 6 પુરૂષોને ઇજાઓ પહોંચીસુરેન્દ્રનગર જિલ્લાના પાટડી તાલુકાના ભડેણા ગામે સામસામે પથ્થરમારામાં 15 લોકોને ગંભીર ઇજાઓ પહોંચી હતી. જેમાં છ મહિલા, 3 બાળકો અને છ પુરુષોને ગંભીર ઇજાઓ પહોંચતાં તમામને સારવાર માટે વિરમગામ સરકારી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા છે. ત્યાં તેમની સારવાર પણ શરૂ કરવામાં આવી છે. ત્યારે આ તમામની તબિયત સ્થિર હોવાનું પીએસઆઇ ડાભી દ્વારા જણાવવામાં આવ્યું છે. અત્યારે હાલની પરિસ્થિતિ અનુસાર ગામમાં પણ શાંતિ હોવાનું જાણવા મળી રહ્યું છે ત્યારે આ ગામના ઝઘડાનો મનદુખ રાખી અને ધાર્મિક કાર્યક્રમમાં બે જૂથો સામસામે આવી ગયા હોય તેવું પ્રાથમિક કારણમાં સામે આવ્યું છે.

બે મહિના પહેલા જૂના સરપંચ અને ગામના નવા સરપંચ વચ્ચે તકરાર થઇ હતીસુરેન્દ્રનગર જિલ્લાના પાટડી તાલુકાના રાજપર ગામમાં મારામારીનો અને જૂથ અથડામણનો બનાવ સામે આવ્યો છે. સામસામે પથ્થરમારો કરવામાં આવ્યો છે, જેમાં 15 લોકોને ગંભીર ઈજાઓ પહોંચી છે. તે તમામને સારવાર માટે હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા છે. તેવા સંજોગોમાં બે મહિના પહેલા ગામના નવા સરપંચ બન્યા છે તે અને જૂના સરપંચ છે તે બંને વચ્ચે સામાન્ય બાબતે બોલાચાલી થઈ હતી અને મારામારી થઈ હોવાનું પણ જાણવા મળ્યું હતું. આ બાબતે પોલીસે 19 લોકો સામે પોલીસ ફરિયાદ દાખલ કરી હતી અને બંને પક્ષના જામીન લઈ કાર્યવાહી હાથ ધરી હતી. ત્યારે બે મહિના બાદ ફરી એક વખત આ જ બંને જૂથો સામસામે ટકરાતાં 15 લોકોને પથ્થરમારામાં ગંભીર ઇજાઓ પહોંચવા પામી છે.

અન્ય સમાચારો પણ છે...