વઢવાણ શહેર ઈતીહાસ અને આધ્યાત્મનો અમૂલ્ય વારસો ધરાવે છે. આ શહેરની વિકાસોન્મુખ સ્થિરતા, શાંતિ, પવિત્રતા, સમૃધ્ધિ, સંસ્કારીતા અને સામાજીક એકતામાં જૈન ધર્મ અને જૈન શ્રાવકોનું અમૂલ્ય યોગદાન રહેલું છે. જૈન શાસ્ત્રોમાં આર્યોના 25 1/2 દેશ ગણાવેલા છે, એ મુજબ આ પ્રદેશ નવમો હતો. ભગવાન શ્રી મહાવીર સ્વામીના મુળ નામ ઉપરથી આ શહેરનું નામ વર્ધમાનપુર રાખવામાં આવેલું હતું. જે અપભ્રંશ થતા આજે વઢવાણ થઈ ગયું છે તેમ કહેવાય છે.
પુર્વેની વેગમતી અને હાલની ભોગાવો નદીના કાંઠે વસેલા વઢવાણમાં નદી કિનારે શાંત રમણીય વિસ્તારમાં આવેલા ભગવાન મહાવીરના પગલા અને દેરાસરની જગ્યા જૈન ધર્મપ્રેમીઓની શ્રધ્ધાનું કેન્દ્ર છે. ભગવાન મહાવીર સ્વામી વઢવાણ કયારે પધારેલા ? અને આ પ્રાચીન દેરાસર સૌપ્રથમ કોણે બંધાવેલ હતું ? કયારે બંધાવેલ હતું ? તે વિશેની કોઈ નોંધ ગ્રંથો કે પુસ્તકોમાં મળતી નથી. વિક્રમની નવમી સદીમાં વિદ્યાધર ગચ્છના આચાર્યોએ વઢવાણમાં સ્થાપનાતિર્થ બનાવ્યા હતા. તેવી વિગત જૈન પરંપરાનો ઈતિહાસ નામના પુસ્તકમાંથી મળે છે. આ પુસ્તક મુનિ દર્શન વિજયજી શ્રીજ્ઞાાન વિજયજી તથા શ્રી ન્યાય વિજયજી મહારાજા સંપાદીત હતું..!
વઢવાણમાં મહાવીર સ્વામીના પગલા અને તેના દેશ વિશે એક રસપ્રદ વાત એવી જાણવા મળે છે કે, ગુજરાતના રાજા કુમારપાલે સાંગણ ડોડીયાને વશ કરવા માટે વયોવૃધ્ધ છતાં બાહોશ અને શૂરવીર મહાત્ય ઉદયને સાંગણને પરાજીત કર્યો હતો. પરંતુ તેઓ ખુદ ગંભીર રીતે ઘાયલ થયા હતા. પરત પાટણ જતી વખતે તેમનું લશ્કર જ્યારે વઢવાણ પહોંચ્યુ ત્યારે વૃધ્ધાવસ્થા અને ઈજાને કારણે અશકત બની ગયેલા ઉદયનમંત્રીને લાગ્યુ કે, પોતે વધુ સમય નહી જીવે ત્યારે તેમણે અંતિમ ઈચ્છા વ્યકત કરેલી કે, મૃત્યુ પહેલા કોઈ જૈન મુનિરાજ તેમને અંતિમ આરાધના સંભળાવે. રાજાના માણસો ગામમાં જૈન મુનિરાજને શોધવા નીકળ્યા પણ કયાય જૈન મુનિ મહારાજ ન મળ્યા. આખરે સ્વામીના પગલા અને દેરાસર શ્રધ્ધાનુ કેન્દ્ર બનેલા છે.
વઢવાણમાં રચાયેલા જૈન સાહિત્યના ગ્રંથો જેસલમેરમાં સુરક્ષિત
વઢવાણ સહિત્યના આધ્યાત્મીક કેન્દ્રો ઉપર જૈનાચાર્યો દ્વારા મોટા પ્રમાણમાં સાહિત્યનું સર્જન કરાયું હતું! મંદિરો ઉપર આક્રમણ થયા હતા તેમાં સંગ્રહીત સાહિત્યનો નાશ કરવાની પ્રવૃતિએ વેગ પકડતા અમુલ્ય જૈન સાહિત્યને સાચવવા અને સુરક્ષીત રાખવા માટે જૈનાચાર્યોએ જેસલમેર (રાજસ્થાન)ની પસંદગી કરી હતી. ચારે તરફ ગાઉના ગાઉ સુધી રેતીના ઢગ અને મેદાનો વચ્ચે આવેલા જેસલમેરમાં વઢવાણ ઉપરાંત પાટણ, ખંભાત, ભરૂચ, વડનગરથી જૈન સાહિત્ય ગ્રંથો લાવીને સુરક્ષીત રાખવામાં આવ્યા હતા.
ઐતિહાસિક વઢવાણ શહેર સાહિત્ય સાધનાનું કેન્દ્ર હતું
ઐતીહાસીક શહેર વઢવાણ પ્રાચીન સમયમાં જૈન સાહિત્ય સાધનાનું કેન્દ્ર બન્યું હતું! જૈન ધર્મના અનેક આચાર્યોએ વઢવાણની ધરતી ઉપર સાહિત્ય સાધના કરીને ધાર્મિક ગ્રંથોની રચના કરેલી છે. સોલંકી કાળમાં વઢવાણ દિગંબર જેન સંપ્રદાયનું મુખ્ય મથક હતું! ઈ.સી.783માં દિગંબર જીનસેન સૂરીજીએ વઢવાણના ચૈત્યોમાં હરિવંશપુરાણ નામે જૈનપુરાણની રચના કરી હતી. આચાર્ય દેવસૂરીજીએ સંવત 1254માં વઢવાણમાં પઉમ ચરિય નામના ગ્રંથની રચના કરી હતી.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.