પરિણામ:ધો.12 સામાન્ય પ્રવાહનું આજે અને ધો.10નું 6 જૂને પરિણામ

સુરેન્દ્રનગરએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • િશક્ષણ મંત્રીએ સોશિયલ મીડિયા દ્વારા જાણ કરી
  • રાજ્ય બોર્ડની સાઇટપરથી પરીણામો ઓનલાઇન જોઇ શકાશે

ગુજરાત રાજ્ય શિક્ષણ બોર્ડ દ્વારા તાજેતરમાં બોર્ડની પરીક્ષા યોજી હતી.જેમાં સુરેન્દ્રનગર જિલ્લાના ધો.10 અને ધો.12 સામાન્ય પ્રવાહના 33,971 વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી.જેઓ હાલ પરીક્ષાના પરીણામની રાહ જોઇ રહ્યા હતા.તેમની ઇંતેજારીનો અંત આવ્યો છે. આજે ધો.12 સામાન્ય પ્રવાહ જ્યારે ધો.10નું તા.6 જૂનના રોજ પરીણામ મુકવામાં આવશે.

શિક્ષણ બોર્ડ દ્વારા એક વર્ષના ગાળા બાદ બોર્ડની પરીક્ષા તાજેતરમાં લેવાઇ હતી.જેમાં તા.28 માર્ચ થી 12 એપ્રિલ દરમિયાન બોર્ડની પરીક્ષા યોજાઇ હતી.જેમાં જિલ્લાના 13 પરીક્ષા કેન્દ્રો પર 42 સ્થળોએ ધો.10ના 23051 વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી.જ્યારે જિલ્લાના 2 પરીક્ષા કેન્દ્રો પર 7 સ્થળોએ ધો.10ના 10,920 વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી. વિદ્યાર્થીઓ પરીક્ષાના પરીણામની રાહ જોઇ રહ્યા હતા. ત્યારે શિક્ષણ મંત્રીએ ઓનલાઇન જાણકારી આપી હતી.જેમાં ધો.12 સામાન્ય પ્રવાહનું પરિણામ 4 જૂને સવારે 8 કલાકે મુકવાની જાહેરાત કરાઇ છે.

આથી ગુજરાત રાજ્ય શિક્ષણ બોર્ડની સાઇટ www.gseb.orh પર પરીક્ષાનો બેઠક ક્રમાંક એન્ટર કરી જાણી શકાશે.જ્યારે વિદ્યાર્થીઓના ગુણપત્રક, પ્રમાણપત્ર એસઆર શાળાવાર મોકલવા અંગે પછી જાણ કરવામાં આવશે.આમ પરીક્ષા બાદ પરીણામની રાહ જોતા વિદ્યાર્થીઓની ઇંતેજારીનો આજે અંત આવવા સાથે સામાન્યપ્રવાહનું રીઝલ્ટ જાહેર કરી દેવાશે.જ્યારે ધો.10ના વિદ્યાર્થીઓનું પરીણામ તા.6-6-2022ના રોજ સવારે 8 કલાકે પ્રસિધ્ધ કરવામાં આવશે.

અન્ય સમાચારો પણ છે...