પરીક્ષા:ધો. 12 સા.પ્રવાહની પૂરક પરીક્ષામાં 1 બ્લોકમાં માત્ર 20 વિદ્યાર્થી જ બેસી શકશે

સુરેન્દ્રનગરએક વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • 29મીએ 45 મિનિટ વહેલાં આવવું પડશે
  • શહેરની 9 શાળામાં 1620 છાત્રોની પરીક્ષા

સુરેન્દ્રનગર જિલ્લામાં તા. 29 સપ્ટેમ્બરથી ધો. 12 સામાન્ય પ્રવાહની પૂરક પરિક્ષાઓ શરૂ થઇ રહી છે. કોરોનાના કહેરને લીધે વિદ્યાર્થીઓને પરિક્ષાસ્થળે 45 મીનીટ વહેલા આવવા જણાવાયુ છે. જયારે 1 બ્લોકમાં 20 વિદ્યાર્થીઓ પરિક્ષા આપવા બેસી શકશે તેમ જણાવાયું છે.

શિક્ષણ બોર્ડ દ્વારા તા. 29 સપ્ટેમ્બરથી સમગ્ર રાજયમાં ધો.. 12 સામાન્ય પ્રવાહની પૂરક પરિક્ષાઓનો પ્રારંભ થઇ રહી છે. માર્ચ માસમાં લેવાયેલ વાર્ષિક પરિક્ષાઓમાં એક કે બે વિષયમાં નાપાસ થયેલા વિદ્યાર્થીઓનું વર્ષ ન બગડે તે માટે પૂરક પરિક્ષા યોજાનાર છે. સુરેન્દ્રનગર જિલ્લામાંથી ધો. 12 સામાન્ય પ્રવાહની 1620 વિદ્યાર્થીઓ પૂરક પરિક્ષા આપનાર છે. આ વિદ્યાર્થીઓ માટે સુરેન્દ્રનગર, વઢવાણ, જોરાવરનગર અને રતનપરની 9 હાઇસ્કૂલોના 81 બ્લોકમાં બેઠક વ્યવસ્થા કરાઇ છે. આ અંગે જિલ્લા શિક્ષણાધિકારી એસ.એમ.બારડ અને પરિક્ષાના ઝોનલ અધિકારી જે.બી.ઝાલાએ જણાવ્યુ કે, કોરોના સંક્રમણને લીધે એક બ્લોકમાં 20 વિદ્યાર્થીઓને બેસાડવામાં આવશે. વિદ્યાર્થીઓને ટેમ્પરેચર ગનથી તપાસ્યા બાદ જ પરિક્ષા ખંડમાં પ્રવેશ આપવામાં આવશે. જયારે વિદ્યાર્થીઓએ માસ્ક પહેરવુ ફરજિયાત રહેશે. શહેરના તમામ 9 પરિક્ષા સ્થળની ઇમારતોને સેનીટાઇઝ કરી દેવામાં આવશે. તા. 29 સપ્ટેમ્બરથી શરૂ થતી પરિક્ષામાં દરરોજ સવારે 10-30 થી 1-45 અને બપોરે 3-00 થી 6-15 એમ બે પેપરો રહેશે.

એસ.ટી અને વિજ તંત્રને તાકીદ કરાઇ
રાજ્ય શિક્ષણ બોર્ડની પુરક પરીક્ષાને લઇ વિદ્યાર્થીઓને પરીક્ષામાં કોઇ અગવડ ન પડે માટે તંત્ર સાબદુ બન્યુ છે. અને પુરક પરીક્ષાની તૈયારીના ભાગરૂપે જિલ્લાના તાલુકા મથકો પરથી પરીક્ષા આપવા આવતા વિદ્યાર્થીઓને હાલાકી ન થાય તેમાટે એસ.ટી તંત્રને તૈયારીઓ રાખવા તાકિદ કરાઇ છે. જ્યારે પરીક્ષા દરમિયાન અગવડ ન પડે વિદ્યાર્થીઓને લાઇટ જવાની સમસ્યા ન સર્જાય માટે વીજ તંત્રને પણ તૈયારીઓ રાખવા તાકિદ કરાઇ છે

અન્ય સમાચારો પણ છે...