તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

શિક્ષણ:ધો. 9થી 12માં 28 ફેબ્રુઆરી સુધી પ્રવેશ મેળવી શકાશે

સુરેન્દ્રનગર23 દિવસ પહેલા
 • કૉપી લિંક
 • છાત્રોનાં વર્ષ ના બગડે માટે મુદત લંબાવાઈ
 • મુદત લંબાવવા શાળા સંચાલક મંડળે માગ કરી હતી

સમગ્ર રાજ્ય સાથે સુરેન્દ્રનગર જિલ્લામાં પણ ધો. 9થી 12માં પ્રવેશ માટેની કાર્યવાહી બોર્ડના આદેશ મુજબ તા. 31 જાન્યુઆરીથી પૂરી થઇ ગઇ હતી. પરંતુ શાળા સંચાલક મંડળે કોરોનાને લઇને સ્થળાંતર થયેલા પરિવારોને ધ્યાને લઇ તારીખ લંબાવવા માંગ કરી હતી. આથી શિક્ષણ બોર્ડે 28 ફેબ્રુઆરી સુધી જિલ્લા શિક્ષણાધિકારીની મંજૂરી બાદ પ્રવેશની તારીખ જાહેર કરી છે. વૈશ્વિક મહામારી કોરોનાને ધ્યાને લઇ વિદ્યાર્થીઓનું અભ્યાસનું કાર્ય અસ્તવ્યસ્ત થઇ ગયુ હતુ. અનેક વાલીઓ ધંધા રોજગાર બંધ થતા તેમના વતન જતા રહ્યા હતા.

આ ઉપરાંત નાણાકીય ભીડને લઇ વાલીઓએ પોતાના બાળકોનો શાળામાં પ્રવેશ કરાવ્યો ન હતો. બોર્ડે તા. 31 ઓગસ્ટ પ્રવેશ માટેની છેલ્લી તારીખ જાહેર કર્યા બાદ તેમાં સુધારો કરીને છેલ્લે 31 જાન્યુઆરી પ્રવેશ માટેની છેલ્લી તારીખ કરી હતી. પરંતુ 31 જાન્યુઆરી બાદ પણ અનેક વિદ્યાર્થીઓ માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં ધો. 9થી 12માં પ્રવેશથી વંચિત રહ્યા હતા. જેથી વિદ્યાર્થીઓના હિતમાં બોર્ડે પ્રવેશ માટેની તારીખ લંબાવીને તા. 28 ફેબ્રુઆરી છેલ્લી તારીખ જાહેર કરી છે. જેમાં જિલ્લા શિક્ષણાધિકારીની મંજૂરી બાદ વિદ્યાર્થીઓને માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળામાં પ્રવેશ મળશે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- તમે દરેક કાર્યને યોગ્ય રીતે કરવામાં સક્ષમ રહેશો. માત્ર કોઇપણ કાર્ય કરતા પહેલાં તેની રૂપરેખા અવશ્ય જાળવી લો. તમારા આ ગુણના કારણે આજે તમને કોઇ વિશેષ સફળતા પણ પ્રાપ્ત થઇ શકે છે. નેગેટિવઃ- આ ...

  વધુ વાંચો