તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
સુરેન્દ્રનગર જિલ્લામાં ધો.6 થી 9ના વિદ્યાર્થીઓ માટે સ્કૂલો ચાલુ કરાવીને શિક્ષણ આપવામાં આવતુ હતુ. પરંતુ રાજય તેમજ જિલ્લાઓમાં વધતા કોરોના કેસોને લઇને હવે 97,786 વિદ્યાર્થીઓને સ્કૂલોમાં અપાતુ શિક્ષણ સોમવારથી અનિશ્ચિત મુદત માટે મોકૂફ રાખવામાં આવશે. જો કે આ વિદ્યાર્થીઓને ઓનલાઇન શિક્ષણ તો ચાલુ રખાશે. આમ અંદાજે પોણા ત્રણ માસ બાદ આ શાળાઓ ફરી બંધ દેખાશે.
કોરોનાના કેસો તેમજ સંક્રમણ ઓછુ થતા જિલ્લાની પ્રાથમિક તેમજ માધ્યામિક શાળાઓમાં ધો. 6 થી 9ના વિદ્યાર્થીઓ માટે તા. 11 જાન્યુઆરીથી શાળાઓ શરૂ કરીને શિક્ષણ શરૂ કરાયુ હતુ. સુરેન્દ્રનગર જિલ્લામાં 1 થી 8 ધોરણ માટેની 860 પ્રાથમિક શાળાઓ આવેલી છે. જેમાં અંદાજે 1,50,000 જેટલા વિદ્યાર્થીઓ અભ્યાસ કરી રહ્યા છે. જેમાં હાલમાં ધો. 6થી 8ના 78,786 વિદ્યાર્થીઓને શાળાઓમાં શિક્ષણ અપાતુ હતુ. જ્યારે જિલ્લામાં 352 માધ્યમિક શાળાઓ આવેલી છે અને ધો.9માં 19,000 વિદ્યાર્થીઓ અભ્યાસ કરાવવામાં આવી રહ્યો હતો. જ્યારે ધો. 1 થી 5ના વિદ્યાર્થીઓને હાલના સમયે પણ શાળાઓમાં ન બોલાવીને ઓનલાઈન તેમજ ઘેર ઘેર જઇને શિક્ષણ આપવામાં આવી રહ્યુ છે. પરંતુ દેશ સાથે રાજયમાં કોરોનાનું એકાએક આક્રમણ વધી જતા ગુજરાત સરકારની કોર કિમીટીની બેઠકમાં ગુજરાતમાં ધો. 1 થી 9ના વિદ્યાર્થીઓને આપવામાં આવતુ પ્રત્યક્ષ શિક્ષણ તા. 5 એપ્રિલ-2021થી અનિશ્ચિત સમય માટે મોકૂફ રાખવાનો નિર્ણય લેવાયો હતો.
જેના પડઘા સુરેન્દ્રનગર જિલ્લામાં પડતા ધો. 6 થી 9ના વિદ્યાર્થીઓને શાળામાં જે રૂબરૂ બોલાવીને શિક્ષણ આપવામાં આવતુ હતુ તે આજથી એટલે કે સોમવારથી સદંતર બંધ કરી દેવાશે. આમ જિલ્લામાં અંદાજે પોણા ત્રણ માસ બાદ ફરી શાળાઓ બંધ થવાથી ધો. 6 થી 9ના 97,786 વિદ્યાર્થીઓ હવે ફરી ઓનલાઈન શિક્ષણ લેશે.
આ અંગે જિલ્લા માધ્યમિક શિક્ષણ અધિકારી એસ.એમ.બારડ તેમજ જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારી એમ.એમ.ગઢવીએ જણાવ્યું કે, પરિસ્થિતિને ધ્યાને લઇને હવે ધો. 6 થી 9ના વિદ્યાર્થીઓ માટે સોમવારથી શાળાઓ બંધ કરીને તેઓને ઘેર બેઠા જ ઓનલાઈન શિક્ષણ આપવામાં આવશે. પહેલા પણ ઓન લાઈન શિક્ષણ આપવામાં આવતું હતું જે થોડા સમય માટે સ્કૂલો ચાલુ થતા બંધ થયું હતું જે હેવે ફરી વાર ઉચ્ચકક્ષાએથી જેમ સૂચના મળશે તેમ આગળની કાર્યવાહી કરવામાં આવશે.
પોઝિટિવઃ- આ સમયે રોકાણ જેવા કોઇ આર્થિક ગતિવિધિમાં વ્યસ્તતા રહેશે. લાંબા સમયથી ચાલી રહેલી કોઇ ચિંતાથી પણ રાહત મળશે. ઘરના વડીલોનું માર્ગદર્શન તમારા માટે ખૂબ જ ફાયદાકારક તથા સુકૂન આપનાર રહેશે. નેગેટિવ...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.