તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

શિક્ષણ:ધોરણ 6-8ની સ્કૂલ શરૂ, માત્ર 20.65% વિદ્યાર્થીઓ સ્કૂલમાં આવ્યા

સુરેન્દ્રનગર20 દિવસ પહેલા
  • કૉપી લિંક
સુરેન્દ્રનગરની શાળામો કોરોના ગાઇડલાઇન પ્રમાણે શાળાઓ શરૂ થઇ. - Divya Bhaskar
સુરેન્દ્રનગરની શાળામો કોરોના ગાઇડલાઇન પ્રમાણે શાળાઓ શરૂ થઇ.
  • 338 દિવસ બાદ 18 ફેબ્રુઆરીએ સ્કૂલ ચાલુ થઈ હતી પરંતુ બીજી લહેરમાં માત્ર 45 દિવસમાં જ બંધ કરાઈ હતી

કોરોનાની સૌથી વધુ અસર શિક્ષણને થઇ હતી. હાલ કોરોનાની અસર ઓછી છે ત્યારે સરકારે એક પછી એક કોલેજો, શાળાઓ ચાલુ કરવાની પરવાનગી આપી છે. 482 દિવસ બાદ ગુરૂવારે જિલ્લામાં ધો.6થી 8ના વર્ગો ચાલુ થયા હતા. જેમાં કુલ 39.69 ટકા વિદ્યાર્થીઓ પ્રથમ દિવસે હાજર રહ્યા હતા. જિલ્લામાં સરકારી, ખાનગી મળીને કુલ 482 પ્રાથમિક શાળા આવેલી છે.

જિલ્લામાં હાલ ધો.6 થી8 ના વર્ગમાં કુલ 77279 વિદ્યાર્થી છે. પ્રથમ દિવસે વિદ્યાર્થીઓને 4 કલાક ભણાવાયા હતા. શાળા સંચાલકોએ કોરોનાના નિયમોનું પાલન કરી વિદ્યાર્થીઓની પ્રાથમિક તપાસ કરીને જ વર્ગખંડમાં લઇ ગયા હતા. પ્રથમ દિવસે સૌથી વધુ વઢવાણ તાલુકામાં 6461 વિદ્યાર્થી જ્યારે સૌથી ઓછા લખતર તાલુકામાં માત્ર 1691 વિદ્યાર્થી જ હાજર રહ્યા હતા.

સુરેન્દ્રનગરમાં પ્રથમ દિવસે હાજર વિદ્યાર્થીઓની સંખ્યા

તાલુકોશાળાની સંખ્યાહાજરગેરહાજરકુલ
ચોટીલા10221954827701
ચુડા49180122474048
ધ્રાંગધ્રા1213907779811705
લખતર47169118023493
લીંબડી75287343377210
મુળી69278329175700
પાટડી101386345218384
સાયલા103334039677307
થાનગઢ49173832905028
વઢવાણ18864611024216703
કુલ922306764660377279

શાળા શરૂ થતાં લાંબા સમયે ખાસ મિત્રો સાથે ભણવાની તક મળી
ઘરે બેઠા બેઠા મોબાઇલમાં એકલા ભણતા હતા.કોઇ વિગતો જાણવી હોય તો પણ મુશ્કેલી પડતી હતી. આજે શાળાઓ ખૂલી તો લાંબા સમયે ખાસ મિત્રોને મળવા મળ્યું અને તેમની સાથે બેસીને ખાસ કરીને શિક્ષકો સામે ભણવાની તક મળી છે. ઘરમાં બેઠા બેઠા કંટાળી ગયા હતા.ભણવાની તો શાળામાં જ મજા આવે છે. - તુષાર ચૌહાણ, વિદ્યાર્થી લાડકીબાઇ શાળા નંબર 3 વઢવાણ

ઘણા દિવસોથી શાંત રહેલી શાળા બાળકોના કિલકિલાટથી ગૂંજી ઊઠી
ઘણા દિવસો બાદ સુમચામ બની ગયેલી શાળાઓ આજે બાળકોના આગમને કિલકિલાટથી ગૂંજી ઉઠી હતી. એ બાળકોની રિશેસમાં દોડધામ અને લંચબોક્ષમાં લાવેલો નાસ્તો કરતા જોઇ ખરેખર ખૂબ આનંદ થયો. છતાં બાળકોના આરોગ્યની જાળવણીની કાળજી માટે કોરોનાની ગાઇડ લાઇનનું પાલન થાય તે માટે ખાસ ચોક્સાઇ રાખીશું. - મહેન્દ્રસિંહ સોલંકી, વસ્તડી પ્રાથમિક શાળા

કોરોના હાલ નથી છતાં બાળકને શાળાએ મોકલતાં ડર તો લાગે છે
બાળકો ઘરે મોબાઇલમાં બેસીને શિક્ષણ લેતા લેતા કંટાળી ગયા છે. કોરોનાના કેસ ઘટતા બહાર આવતા જતા થયા છે. પરંતુ હજુ પણ કોરોનાનો ખતરો મંડરાઇ રહયો છે. આવા સમયે શાળાએ બાળકને મોકલતા થોડો ડર તો લાગે છે પરંતુ જો બાળકોને ભણાવવા જ હોય તો શાળાએ મોકલવા પણ જરૂરી છે. બાળકોને કાળજી રાખવા ઘરેથી સૂચના આપીને મોકલયા હતા. - મહાવિરભાઇ કમેજળીયા, પિતા

આટલા દિવસો બાદ વિદ્યાર્થીઓને ભણાવ્યાનો આનંદ અલગ જ હતો
શિક્ષક માટે તો વિદ્યાર્થી તેનું સર્વસ્વ હોય છે. આટલા વર્ષો સુધી વિદ્યાર્થીઓને સામે બેસીને ભણાવવા,એક એક ને સવાલ પૂછવા,વિદ્યાર્થીઓના પ્રશ્નનું સોલ્યુશન લાવવું આ દરેક બાબતમાં એક આત્મિયતા જોવા મળતી હતી.શિક્ષક સામે હોય તો વિદ્યાર્થીઓ પણ લગન સાથે ભણતા હોય છે. આજે ઘણા દિવસો બાદ વિદ્યાર્થીઓને મળવાનું થયુ તેમને સામે બેસીને ભણાવવાનો આનંદ થયો. - અમિત આચાર્ય, શિક્ષક

અન્ય સમાચારો પણ છે...