ભાજપનું સ્ટેજ પડ્યુ:હળવદમાં ભાજપના કાર્યક્રમમાં સ્ટેજ તૂટી પડ્યું, CR પાટીલ સહિતના રાજકીય આગેવાનો ધડામ દઇને નીચે પડ્યા

મોરબી5 મહિનો પહેલા
હળવદમાં ભાજપના કાર્યક્રમમાં સ્ટેજ તૂટી પડ્યું, CR પાટીલ સહિતના રાજકીય આગેવાનો ધડામ દઇને નીચે પડ્યા
  • સમસ્ત પ્રજાપતિ સમાજનો સ્નેહમિલન કાર્યક્રમમાં સ્ટેજ તૂટી પડ્યું
  • C R પાટીલની હાજરીમાં નકલંકધામ મંદિરે શૈક્ષણિક સંકુલનું લોકાર્પણ કરવામાં આવ્યું હતુ

મોરબીના હળવદ ખાતે ભાજપના કાર્યક્રમમા સ્ટેજ તૂટી પડ્યું હતુ. આ કાર્યક્રમમાં પ્રદેશ પ્રમુખ સહિત આગેવાનો હતા હાજર રહ્યા હતા. આ ઘટનામાં સદભાગ્યે કોઇને ઇજા પહોંચી નહોતી. પણ આ ઘટનામાં ગુજરાત પ્રદેશ ભાજપ અધ્યક્ષ સી.આર.પાટીલ સહિતના રાજકીય આગેવાનો ધડામ દઇને નીચે પડતા સભા મંડપમાં પળવાર માટે અફડાતફડી મચી જવા પામી હતી.

હળવદના શક્તિનગર ગામે આવેલા શ્રી નકલંક ગુરુ ધામ ખાતે આજે સમસ્ત ગુજરાત પ્રજાપતિ ભાજપ વિચારધારા દ્વારા સ્નેહ મિલન તથા નકલંક ધામ મંદિરે નવનિર્મિત શૈક્ષણિક સંકુલના લોકાર્પણ કાર્યક્રમ યોજાયો હતો. જેમાં ગુજરાત પ્રદેશ ભાજપ અધ્યક્ષ સહિત કેન્દ્રીય અને રાજ્ય કક્ષાના મંત્રીઓએ હાજરી આપી હતી.

હળવદ ખાતે ભાજપના કાર્યક્રમમા સ્ટેજ તૂટી પડ્યું હતુ. જેમાં ગુજરાત પ્રદેશ ભાજપ અધ્યક્ષ સી.આર.પાટીલ સહિતના રાજકીય આગેવાનો ધડામ દઇને નીચે પડતા સભા મંડપમાં પળવાર માટે અફડાતફડી મચી જવા પામી હતી. જોકે, સદનસીબે આ ઘટનામાં જાનહાનિ ટળી હતી.

શૈક્ષણિક સંકુલના લોકાર્પણ પ્રસંગે યોજાનાર કાર્યક્રમમાં પ્રદેશ ભાજપ અધ્યક્ષ સી.આર પાટીલ, કેન્દ્રીય મંત્રી ડો.મહેન્દ્ર મુંજપરા, રાજ્યના કેબિનેટ મંત્રી કિરીટસિંહ રાણા,પંચાયત મંત્રી બ્રિજેશ મેરજા, સાંસદ વિનોદ ચાવડા, મોહનભાઈ કુંડારીયા, ધારાસભ્ય પરસોત્તમભાઈ સાબરીયા સહિતના રાજકીય આગેવાનો ઉપસ્થિત રહ્યાં હતા. આ કાર્યક્રમમાં સમસ્ત પ્રજાપતિ સમાજ દ્વારા પ્રજાપતિ સમાજના આગેવાન અને હાલ રાજ્યસભાના સાંસદ તરીકે સેવા આપતા દિનેશભાઈ અનાવાડિયાને વિશેષ સન્માનિત કરવામાં આવ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...