તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
એસટી નિગમ દ્વારા 2018માં સારી કામગીરી કરનાર કર્મીને એમ્પ્લોય ઓફ ધ મંથ તરીકે બિરદાવાની શરૂઆત કરી હતી. પરંતુ કોરોનાની મહામારીના કારણે આ કામગીરી બંધ થતા અંદાજે છેલ્લા 11 માસથી જિલ્લામાં કોઇ કર્મીને શિલ્ડ કે પ્રમાણપત્ર મળ્યા ન હતા.
સુરેન્દ્રનગર જિલ્લામાં એસટીના ડ્રાઇવરો ડિઝલની બચત કરે, કંડકટર સારી આવક, ફરજમાં નિયમિતતા, યુનિફોર્મ સાથે નોકરી કરે, ફરજ દરમિયાન પ્રમાણિકતા દાખવે તેમજ વહીવટી કર્મીઓ સારી કામગીરી કરે તેના માટે એસટી તંત્ર દ્વારા અંદાજે 2018માં નવો અભિગમ શરૂ કરાયો હતો. જેમાં ચારેય ડેપોનાં કર્મીઓમાંથી આ કાર્યમાં સફળ થનાર કર્મીને એમ્પ્લોય ઓફ ધ મંથ આપવામાં આવતા હતા.
જેની શરૂઆત થતા જિલ્લાના સુરેન્દ્રનગર, લીંબડી, ધ્રાંગધ્રા તેમજ ચોટીલા ડેપો સહિતના 700 જેટલા કર્મીઓમાં આનંદ ફેલાયો હતો. પરંતુ કોરોનાની મહામારીના કારણે નિગમના આદેશ મુજબ એમ્પ્લોય ઓફ ધ મંથથી કર્મીઓને પ્રોત્સાહિત કરવાની કામગીરી બંધ કરાઇ હતી.
આથી માર્ચ-2020થી લઇને તા.10 ફેબ્રુઆરી-2021 દરમિયાન અંદાજે 11 માસ સુધી જિલ્લાના ચાર ડેપોના એસટી કર્મીઓ પણ આ શિલ્ડ અને પ્રમાણપત્રથી વંચિત રહ્યાનો ઘાટ સર્જાયો હતો. બીજી તરફ આ કાર્યવાહી નિગમની સૂચના બાદ શરૂ કરવામાં આવનાર હોવાનું તંત્રે જણાવ્યુ હતુ.
પોઝિટિવઃ- આર્થિક દૃષ્ટિએ આજનો દિવસ તમારા માટે કોઇ સફળતા લઇને આવી રહ્યો છે, તેને સફળ બનાવવા માટે તમારે દઢ નિશ્ચયી થઇને કામ કરવાનું છે. થોડા જ્ઞાનવર્ધક તથા રોચક સાહિત્ય વાંચવામાં સમય પસાર થશે. નેગેટિ...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.