એસટીની અસલામત સવારી:ચોટીલા હાઈવે પર ST બસ ટેન્કર પાછળ ઘુસી જતા અકસ્માત સર્જાયો, 18 મુસાફરોને ઈજા પહોંચી

સુરેન્દ્રનગર20 દિવસ પહેલા
ચોટીલા હાઈવે પર ST બસ ટેન્કર પાછળ ઘુસી જતા અકસ્માત સર્જાયો
  • 18 જેટલા મુસાફરોને સામાન્ય ઇજા તેમજ 6 જેટલા મુસાફરોના દાંત તૂટી જવાનો બનાવ બન્યો

ચોટીલાથી રાજકોટ તરફ જતા જાનીવડલા ગામના બોર્ડ પાસે એસ.ટી.બસ અને ટેન્કર વચ્ચે અકસ્માતનો બનાવ બન્યો હતો. જેમાં 18 જેટલા મુસાફરોને સામાન્ય ઇજા તેમજ 6 જેટલા મુસાફરોના દાંત તૂટી જવાનો બનાવ બનવા પામ્યો હતો.

રાજકોટ તરફ જતા હાઈવે પર જાનીવડલાના બોર્ડ પાસે મુસાફરો પાસેથી જાણવા મળેલી વિગત મુજબ રાજકોટ તરફથી અમદાવાદ જતી એસ.ટી.બસનો ચાલક મોબાઈલમાં હેન્ડ્સફ્રી લગાવીને વાતોમાં મશગુલ હતો. ત્યારે મોબાઈલમાંથી હેન્ડ્સફ્રી પગ પર પડી જતા લેવા માટે નીચે નમવાની બેદરકારી બનતા એસ.ટી.બસ આગળ જતા ટેન્કરના પાછળના ભાગે ટકરાઈ જતા 18 જેટલા મુસાફરોને સામાન્ય ઇજાઓ થવા પામી હતી. અને 6 જેટલા મુસાફરોના દાંત પડી ગયા હોવાનું મુસાફરો પાસેથી જાણવા મળ્યું હતુ.

આ અકસ્માતના બનાવને લઈને હાઇવે પર વાહનોની લાંબી કતારો થતા ચોટીલા મહિલા પોલીસ ઇન્સ્પેકટર, સરદારસિંહ બારડ સહિતની પોલીસ ટીમ તાકીદે ઘટનાસ્થળે પહોંચી એસ.ટી.બસને ક્રેઈનની મદદથી રોડ પરની સાઇડે ઉતારીને ટ્રાફિક પુનઃ ચાલુ કરવામાં આવ્યો હતો. આ અકસ્માતની ઘટનામાં ઇજાગ્રસ્તોને લોહિલુહાણ હાલતમાં તાકીદે સારવાર અર્થે ચોટીલા 108 તેમજ અન્ય વાહનો મારફત ચોટીલા રેફરલ હોસ્પિટલે ખસેડવામાં આવ્યા હતા અને ત્યાંથી વધુ સારવાર માટે રાજકોટ હોસ્પિટલ ખસેડાયા હતા.

આ મુસાફરો ગંભીર રીતે ઘવાતાં રાજકોટ લઇ જવામાં આવ્યા
પરેશભાઇ કરશનભાઇ રાઠોડ, પૂનમબેન જીતેન્દ્રભાઈ રાઠોડ, ચેતનાબેન પરેશભાઈ, મદનસિંહ ધીરૂસિંહ રાઠોડ, શારદાબેન વિનોદભાઇ પરમાર, વિનોદભાઇ અમરાજી પરમાર, રિતેશ અરવિંદભાઇ, સલમાબેન રઝાકભાઇ શેખ ગંભીર ઘવાયા હતા.આથી સારવાર માટે રાજકોટ લઇ જવામાં આવ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...