આરોગ્ય તંત્રની પૂર્વ તૈયારીઓ:સુરેન્દ્રનગર જિલ્લામાં ઓમિક્રોન વેરીઅન્ટને પહોંચી વળવા આરોગ્ય વિભાગની પૂર્વ તૈયારી, ગાંધી હોસ્પિટલ ખાતે સ્પેશિયલ વોર્ડ ઉભો કરાયો

સુરેન્દ્રનગરએક મહિનો પહેલા
  • કૉપી લિંક
સુરેન્દ્રનગર જિલ્લામાં ઓમિક્રોન વેરીઅન્ટને પહોંચી વળવા આરોગ્ય વિભાગની પૂર્વ તૈયારી - Divya Bhaskar
સુરેન્દ્રનગર જિલ્લામાં ઓમિક્રોન વેરીઅન્ટને પહોંચી વળવા આરોગ્ય વિભાગની પૂર્વ તૈયારી
  • સુરેન્દ્રનગર જિલ્લા કલેક્ટર દ્વારા તૈયાર કરેલા વોર્ડની મુલાકાત લેવામાં આવી
  • બાળકો માટે પણ અલગ વોર્ડ ઉભો કરવામાં આવ્યો

સમગ્ર દુનિયામાં હાલની પરિસ્થિતિ મુજબ ઓમિક્રોન વેરીઅન્ટના કેસોની સંખ્યામાં વધારો થઈ રહ્યો છે. ત્યારે ગુજરાત રાજ્યના અમુક જિલ્લાઓમાં પણ આ વેરીઅન્ટના કેસ નોંધાઇ ચુક્યા છે. જેને લઇને સરકાર પણ આ બાબતે ચિંતિત બની છે. તેવા સંજોગોમાં સુરેન્દ્રનગર શહેરની ગાંધી હોસ્પિટલ ખાતે સુરેન્દ્રનગર આરોગ્ય તંત્ર દ્વારા આ નવા આવનારા વેરીઅન્ટની પૂર્વ તૈયારી કરી લેવામાં આવી છે. તેમજ તમામ પ્રકારના સાધનો ઉભા કરી અને જો આ પ્રકારનો કેસ નોંધાય તો દર્દીને યોગ્ય રીતે સારવાર મળી રહે તેવા પ્રયાસો સુરેન્દ્રનગર આરોગ્યતંત્ર દ્વારા હાથ ધરવામાં આવ્યા છે.

સુરેન્દ્રનગર જિલ્લા ખાતેની ગાંધી હોસ્પિટલની મુલાકાત જિલ્લા કલેક્ટર એ.કે.ઔરંગાબાદકરે લીધી હતી. જેમાં કોવિડ-19ના નવા વેરીઅન્ટની પૂર્વ તૈયારીના ભાગરૂપે તૈયાર કરવામાં આવેલા ઓમિક્રોન વોર્ડની મુલાકાત તથા ઓક્સિજનના જથ્થાની ચકાસણી તેમજ પીડીયાટ્રીશીયન વોર્ડની મુલાકાત લેવામાં આવી હતી. ત્યારે આ મામલે ડોક્ટર, નર્સિંગ સ્ટાફ તથા સિવિલ સર્જને જરૂરી સુચના પણ જિલ્લા કલેક્ટર દ્વારા આપવામાં આવી છે.

સુરેન્દ્રનગરની ગાંધી હોસ્પિટલમાં બનાવવામાં આવેલા આ વોર્ડની ચકાસણીની કામગીરી અંગેની સમીક્ષા પણ જિલ્લા કલેક્ટરે કરી છે. આ મુલાકાત દરમિયાન સિવિલ સર્જન ડોક્ટર હરેશભાઈ તેમજ સુરેન્દ્રનગર જિલ્લા વિકાસ અધિકારી પણ સાથે રહ્યા હતા. તેમજ આરોગ્યની ટીમે પણ સાથે રહી આ મામલાની સમીક્ષા કરી હતી.

અન્ય સમાચારો પણ છે...