સમસ્યા:થાન સ્ટેશન પર મેગા બ્લોકને કારણે 30મી જુલાઈએ સોમનાથ-અમદાવાદ-સોમનાથ ટ્રેન રદ

થાન12 દિવસ પહેલા
  • કૉપી લિંક

થાનગઢ સ્ટેશન પર ડબલ ટ્રેકના કામ માટે રેલવે વિભાગ 10 કલાક મેગા બ્લોક કરાશે. આથી 30 જુલાઇની સોમનાથ-અમદાવાદ-સોમનાથ ટ્રેન રદ કરાઇ છે. જ્યારે વેરાવળ-પૂણે એક્સપ્રેસ ટ્રેન વેરાવળથી 3 કલાક મોડી દોડાવવામાં આવશે.રાજકોટ ડિવિઝનના થાન સ્ટેશન પર 30-7-2022ના રોજ ડબલ ટ્રેકના કામ હેઠળ 10 કલાકનો મેગા બ્લોક લેવાશે. આ અંગે ભાવનગર ડિવિઝનના વરિષ્ઠ મંડલ વાણિજ્ય પ્રબંધક માશૂક અહમદે જણાવ્યું કે આ મેગા બ્લોકના કારણે અમદાવાદ - સોમનાથ ઇન્ટરસિટી 30-7-2022 ના રોજ સંપૂર્ણપણે રદ રહેશે.

જ્યારે સોમનાથ-અમદાવાદ ઇન્ટરસિટી 30-7-2022ના રોજ સંપૂર્ણપણે રદ રહેશે. 30-7-2022એ વેરાવળથી ઉપડતી ટ્રેન વેરાવળ - પુણે એક્સપ્રેસ વેરાવળથી 3 કલાક રિશેડ્યુલ કરાશે એટલે કે આ ટ્રેન વેરાવળથી 3 કલાક મોડી દોડશે. તંત્રે મુસાફરોને ફેરફારોને ધ્યાનમાં રાખીને તેમની મુસાફરી શરૂ કરવા અને ટ્રેનોના સંચાલનને લગતી નવીનતમ અપડેટ્સ માટે www.enquiry.indianrail.gov.in ની મુલાકાત લેવા જણાવ્યું છે.

અન્ય સમાચારો પણ છે...