• Gujarati News
  • Local
  • Gujarat
  • Surendranagar
  • Somewhere Reincarnation, Somewhere Change ... The Decision For The Crown Of The King Of 323 Villages In Jhalawar Was Made By Late Night: BJP To Have The Highest Number Of Sarpanches In Its Support

ગામધણીને વધાઈ...:ક્યાંક પુનરાર્વતન તો ક્યાંક પરિવર્તન... ઝાલાવાડમાં મોડી રાત સુધીમાં 323 ગામના રાજાના મુગટ માટેનો નિર્ણય થઇ ગયો: સૌથી વધુ સરપંચ પોતાના સમર્થનમાં હોવાનો ભાજપ

સુરેન્દ્રનગરએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • બુધવાર સાંજ સુધીમાં બાકીની 67 પંચાયતનું પરિણામ આવશે
  • બેલેટ પેપરથી મતદાન થયું હોવાથી પરિણામ આવતાં રાત પડી ગઈ
  • 497 ગ્રામપંચાયતની ચૂંટણી જાહેર થઈ હતી, 80 સમરસ થઈ હતી

મંગળવારે દરેક તાલુકા મથકે મતગણતરી યોજાઈ હતી, જેમાં જીતના દાવા કરતા અનેક સરપંચ અને સદસ્યોની તાકાતના પારખા થઈ ગયા હતા. સવારથી ચાલુ કરેલી મતગણતરીમાં મોડી રાત સુધીમાં 323 ગામના વિજયી સરપંચ તથા સદસ્યોનાં નામ જાહેર કરવામાં આવ્યાં હતાં. બેલેટ પેપરથી થયેલા મતદાનની ગણતરી કરતાં પણ કર્મચારીઓને વધુ સમય જતા પરિણામો જાહેર થવામાં વધુ સમય લાગ્યો હતો.

ઝાલાવાડમાં 497 ગ્રામપંચાયતની ચૂંટણી જાહેર કરવામાં આવી હતી, જેમાં 80 ગ્રામ પંચાયત લોકોના સંપને કારણે સમરસ બની ગઇ હતી. મંગળવારે દરેક તાલુકા મથકે સરપંચ અને સભ્યોની હાર જીત માટે મતગણતરી યોજાઇ હતી, જેને લઇને સવારથી જ ઉમેદવારોના ટેકેદારો મતગણતરી સ્થળ ઉપર આવી ગયા હતા.

જેમ જેમ પરિણામો જાહેર થતા ગયા તેમ તેમ વિજયી ઉમેદવારના ટેકેદારો ગેલમાં આવીને જયઘોસ સાથે પોતાના ગામમાં રેલી પણ યોજી હતી. મોડી રાત સુધી ચાલેલી મત ગણતરીમાં 323 ગામના સરપંચ અને સદસ્યોના પરિણામો જાહેર કરવામાં આવ્યા હતા. જ્યારે બાકીના ગામના પરિણામો જાહેર થતા મધરાત જેવો સમય લાગી જાય તેવી સ્થિતિ સર્જાઇ હતી.

  • મોડી રાત સુધી જાહેર થયેલી પંચાયત: થાન-13, ધ્રાંગધ્રા-38, મૂળી-24, પાટડી-45, વઢવાણ-29, ચુડા-31, લીંબડી-33, લખતર-20, હળવદ-28, મૂળી-24, સાયલા-33, ચોટીલા -29.

ઝાલાવાડમાં પંચાયતોની ચૂંટણીનો બુંગિયો વાગતાંની સાથે જ ગામના રાજા બનાવ માટે અનેક ઉમેદવારો મેદાને આવ્યા હતા. રવિવારે યોજાયેલા મતદાનમાં જિલ્લાની કુલ 390 ગ્રામ પંચાયત માટે સરેરાશ 77.29 ટકા મતદાન થયું હતું.

વઢવાણ તાલુકાના ચૂંટાયેલા ભાજપ સમર્થક સરપંચનું સ્વાગત કરાયું
વઢવાણ તાલુકાના ચૂંટાયેલા ભાજપ સમર્થક સરપંચનું સ્વાગત કરાયું

નાના પાળિયાદ ગ્રામ પંચાયતના પરિણામ બાદ ફટાકડા ફોડતા મામલો બિચક્યો
ચોટીલા ચામુંડા તળેટી ખાતે નાના પાળિયાદ ચૂંટણીમાં વિજય થયેલા લોકો દ્રારા તળેટી ખાતે ફટાકડા ફોડતા હોય અને ફટાકડા ફોડવાની ના પાડતા મામલો બિચક્યો હોવાનું જાણવા મળે છે. તળેટી ખાતે ભરવાડ સમાજના 2 જૂથ વચ્ચે ચૂંટણીની જીતના ફટાકડા ફોડવાના મામલે બઘડાટી બોલતા તળેટી બજાર ટપોટપ બંધ થઈ ગઈ હતી.

સામાસામી લાકડી માર મારતા ૩ લોકોને ઇજા પહોચી છે. જેઓને સારવાર અર્થે રેફરલ હોસ્પિટલ લાવવામા આવતા લોકોના ટોળા ઉમટયા હતા. ઘટનાની જાણ થતા પોલીસ અધિકારીઓ ઘટના સ્થળે દોડી ગયા હતા પણ ત્યાં સુધીમાં બઘડાટી બોલી ગઇ હતી .હાલ પાળીયાદ ગામમાં પણ ચાપતો બંદોબસ્ત રાખ્યો છે.

લખતર તાલુકાના વણા ગામના સરપંચ તરીકે ધ્રુવરાજસિંહ રાણાનો વિજય
લખતર તાલુકાના વણા ગામના સરપંચ તરીકે ધ્રુવરાજસિંહ રાણાનો વિજય

ગામડામાં શહેર જેવી સુવિધા આપવાના મોદીના વિચારથી સરપંચ ભાજપના સમર્થનમાં છે
સુરેન્દ્રનગર જિલ્લાની જે પંચાયતના અત્યાર સુધીમાં પરિણામો જાહેર થયા છે તે પૈકી 90 ટકાથી વધુ સરપંચ જીતી ગયા બાદ ભાજપના કાર્યાલયે આવ્યા છે. જયા અમારા ધારાસભ્યો અને કાર્યકર્તાઓ દ્વારા તેમનું સ્વાગત કરવામાં આવ્યું છે.

વડાપ્રધાન મોદીજીએ ગામડામાં પણ શહેર જેવી સુવિધા આપવા માટે મોટી રકમની ગ્રાન્ટ આપી ગામડાઓને નંદનવન બનાવ્યા છે તેને લઇને સરપંચો ભાજપના સમર્થનમાં આવી રહયા છે.- જગદીશભાઇ મકવાણા, જિલ્લા ભાજપ પ્રમુખ

પરિવર્તનનો પવન ફૂંકાણો છે સરપંચ કોંગ્રેસના સમર્થનમાં આવી રહ્યાં છે
જિલ્લામાં જે ચૂંટણી પરિણામો જાહેર થઇ રહ્યા છે તેમાં મોટા ભાગના સરપંચો કોંગ્રેસના સમર્થનમાં આગળ આવી રહ્યા છે. અને મને સરપંચના મેસેજ પણ આવી રહયા છે. પરિવર્તનનો પવન ફૂંકાયો છે બીજુ કે બેલેટ પેપરથી ચૂંટણી થતા લોકોનો વિશ્વાસ વધ્યો છે. અને આથી જ ઊંચુ મતદાન થયું છે.- રૈયાભાઇ રાઠોડ,જિલ્લા કોંગ્રેસ પ્રમુખ

વઢવાણમાં મતગણતરી સમયે રસ્તા બંધ થઇ જતાં પરેશાની વઢવાણ તાલુકાના 32 ગામોની મતગણતરી એમ.યુ.શેઠ પ્રાથમિક શાળામાં થઇ હતી. આથી લાખુપોળ દરવાજાને બદલે ખાંડીપોળ દરવાજા પર બેરીકેડ મુકી રસ્તો બંધ કરી દેવામાં આવ્યો હતો. જેના કારણે લાખુપોળ, દાજીપરા, ખારવાનીપોળ, વાઘેલા તરફના પાંચ ગામોના લોકોને ફોગટ ફેરો ફરવાનો વારો આવતા રોષની લાગણી ફેલાઇ હતી.

લખતરના મોઢવાણા ગામે ટાઇ પડતાં ચિઠ્ઠીથી ફેંસલો કરાયો
લખતર તાલુકાના મોઢવાણા ગામે સરપંચના બન્ને ઉમેદવારોને એક સરખામત 406 પડ્યા હતા. આથી ટાઈ થઇ થઇ જવા પામ્યું હતું. આથી નિયમ અનુસાર ચિઠ્ઠીની મદદથી સરપંચનો ફેંસલો કરવાનું આયોજન કરાયું હતું. આથી ચિઠ્ઠી ઉછાળવામાં આવતા ચિઠ્ઠીમાં કિરીટસિંહ જામભા રાણાના નામની આવી હતી. આથી તેઓને વિજેતા જાહેર કરવામાં આવતા સમર્થકોમાં આનંદની લાગણી ફેલાઇ જવા પામી હતી.

ભાજપ આગેવાનના પુત્રની નાના કેરાળાની ચૂંટણીમાં 2 મતે હાર
વઢવાણ તાલુકાના નાનાકેરાળા ગામની વોર્ડની મતગણતરી રસાકસી સર્જાઇ હતી.જેમાં કોળી સમાજ અને ભાજપના આગેવાનના પુત્ર બટુકભાઇ સકારિયાનો 2 મતે પરાજય થયો હતો. આથી રાજકીય ગરમાવો ભરશિયાળે જોવા મળ્યો હતો. જ્યારે હારમાં પણ બહુમોટુ રાજકારણ રમાયાનો કાર્યકરોએ બળાપો કાઢ્યો હતો.

અન્ય સમાચારો પણ છે...